બેઠક:જખૌ બંદરે દબાણ કરી ખડકી દેવાયેલા પાકા બાંધકામો દુર કરાશે

જખૌ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંત અધિકારીએ વેપારીઓ, માછીમારો સાથે કરી બેઠક

અબડાસા તાલુકાના જખાૈ બંદરે દબાણ કરીને પાકા બાંધકામો ખડકાઇ ગયા છે, જે મુદ્દે સ્થાનિક લોકો દ્વારા ફરિયાદ કરાતાં પ્રાંત અધિકારીઅે માછીમારો, વેપારીઅો સાથે શુક્રવારે બેઠક કરી હતી.

જખૌ બંદરે માછીમારીની સીઝન 8 મહિના ચાલે છે અને અા સમય દરમ્યાન ગુજરાત બહારના અને સ્થાનિક માછીમારો દ્વારા દરિયામાં માછીમારી કરાય છે ત્યારે સરકાર દ્વારા માછીમારોને સ્થાનિકે અાઠ મહિનાના સમય માટે કાચુ બાંધકામ કરી રહેવા માટેની છૂટ અાપવામાં અાવી છે. જો કે, અા સરહદી વિસ્તારમાં લાંબા સમયથી દબાણ કરીને પાકા બાંધકામો થઇ ગયા છે. અાંતરરાષ્ટ્રીય સરહદને ધ્યાને લઇને સુરક્ષાની દ્રષ્ટિઅે સ્થાનિક લોકો દ્વારા અા પાકા બાંધકામો દુર કરવા રજૂઅાત કરાતાં પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જૈતાવતે જખૌ બંદર ઉપર માછીમારો અને વેપારીઓ સાથે બેઠક યોજી હતી.

બેઠકમાં પ્રાંત અધિકારીઅે જણાવ્યું હતું કે, બંદર ઉપર સરવે કરાવી, સ્થાનિક આગવાનોને સાથે રાખી તમામ નડતરરૂપ દબાણો, બાંધકામો દુર કરવામા આવશે. બેઠકમાં મામલતદાર ડામોર, તાલુકા વિકાસ અધિકારી શૈલેષ ભટ્ટ, જખૌ તલાટી જગદીશસિંહ જાડેજા, ફિશરીઝ જિલ્લા અઘિકારી તોરણિયા, અધિક્ષક વિશાલભાઇ, માછીમાર એસોસિયેશન પ્રમુખ અબ્દુલછા પિરજાદા, માછીમાર મંડળ પ્રમુખ કાસમ સાલે, સુરેન્દ્રસિંહ જાડેજા, આરીફ, હાજી જુમા વાઘેર, ઈસ્માઈલ કેર, હાજી ઉમર જત, અબ્બાસ ઈસ્માઈલ, જખૌ મરીન પોલીસ સ્ટેશનના પીઆઇ ઇસરાણી હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...