વલભીપુર શહેરની સૌથી જુની અને બ્રીટીશ અને રાજાશાહી સમયની પ્રાથમીક શાળા જે હવે અતિઆધુનીક બનવા જઇ રહી છે.બ્રીટીશ રાજ સમયની વલભીપુરની તાલુકા શાળા રૂ.1 કરોડના ખર્ચે અદ્યતન બનશે જે શાળામાં ભણ્યા તેવા વતન અને શિક્ષણપ્રેમી દ્વારા અભિયાન હાથ ધરાયું છે.રાજાશાહી સમયની અને આશરે પોણા બસ્સો વર્ષ જુની આ પ્રાથમીક શાળા હવે આશરે રૂપીયા એક કરોડ કરતા વધુ ખર્ચ સાથે આધુનીક બાંધકામ થશે જેમાં આઠ વર્ગ ખંડો ગ્રાઉન્ડ ફલોર ઉપર અને આઠ વર્ગ ખંડો પ્રથમ માળ ઉપર આકાર લેશે સાથે પ્રાર્થના સભા માટે અલગ થી ડોમ આકારનો બનાવામાં આવશે. સાથો સાથ શાળાના પર્યાવરણ માટે ખુલ્લા ભાગમાં સુંદર વૃક્ષો સાથે રમત ગમતનું ગ્રાઉન્ડ પણ હશે.
આવી બેનમુન શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવનાર અને શાળાને અદ્યતન બાંધકામ સાથે તમામ પાસાઓથી નમુનેદાર બનાવા પાછળ આશરે એક કરોડ કરતા વધુ માતબર રકમ ખર્ચ કરનાર ડુંગરશીભાઇ ગોપાલભાઇ ગોટી પરિવારની ઉદાર સખાવત સાથે શરૂ થયેલ આ ઉમદા પ્રેરણાદાયી શરૂ થયેલ કાર્ય માટે માનસ પ્રાથમીક શાળા ટ્રસ્ટની દેખરેખ નિચે સમગ્ર શાળા નવારંગ રૂપ અને આધુનીક સુવિધાસભર આકાર પામશે.
બેલનો રણકાર વિદ્યાર્થીઓ માટે આકર્ષણરૂપ
આ શાળાની સૌથી મોટી વિશેષતા એ હતી કે રાજાશાહી સમયે મીડલ સ્કુલ તરીકે ઓળખાતી આઝાદી પછી તાલુકા શાળા નામ અપાયું બાદ પ્રાથમીક શિક્ષણમાં બે દાયકા પૂર્વે ફેરફાર થતા વહીવટી સરળતા માટે તાલુકાની પ્રાથમીક શાળાઓનું વિભાજન કરવામાં આવતા આ શાળાનું હાલ કેન્દ્રવર્તી શાળા નં.1 તરીકે ઓળખાય છે.
વર્ષો પહેલા શાળાનાં શિક્ષણ કાર્ય શરૂ થતાં પહેલા ઘંટ(બેલ) વગાડવામાં આવતો અને આ ઘંટનો અવાજ સુમધુરતો હતો કે તે સમયે ગામનો વિસ્તાર નાનો હોવાથી તેનો અવાજ મોટાભાગનાં વિસ્તારમાં સંભળાતો હોવાથી બાળકો શેરીઓમાં રમતા હોય તો આ ઘંટ(બેલ)નો અવાજ સાંભળીને રમત પડતી મુકી હાથમાં દફતર લઇ નિશાળની વાટ પકડતા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.