વકિલોએ પરિપત્રને સળગાવ્યો:સરકારના નોંધણી નિરીક્ષક કચેરીના પરીપત્રથી પાવર ઓફ એર્ટની જ પાવર વગરની થઇ જશે

વલભીપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાવર ઓફ એટર્ની આપનારે હવે નિયમ મુજબ હયાતીનું સોગંદનામું કરવું પડશે
  • રાજય સરકાર દ્વારા પાવર ઓફ એર્ટનીથી થતાં વેચાણ વ્યહારો ઉપર પરોક્ષ રીતે પૂર્ણ વિરામ મુકાયો, ઠેર ઠેર થયેલો વિરોધ, ભાવનગરમાં વકિલોએ પરિપત્રને સળગાવ્યો

ભાવનગર જિલ્લા સહિત સમગ્ર રાજયના લોકો માટે રજાંડ થાય તે પ્રકારનો પરીપત્ર રાજય સરકારના નોધણી સર નિરીક્ષક કચેરી,ગાંધીનગર દ્વારા બહાર પડતા આ પરીપત્ર વિરૂધ્ધ વ્યાપક પણે વિરોધ ઉભો થવાની શકયતા સેવાઇ રહી છે. લોક અત્યારના મોકલ કરી આપનારે પોતાની હયાતીનું સોગંદનામુ રજૂ કરવાનું રહેશે. જે પરિપત્રથી પાવર ઓફ એટર્ની જ પાવર વગરની થઈ જશે. ભાવનગર શહેરના વકીલોએ પરિપત્રની હોળી કરી વિરોધ દર્શાવ્યો હતો.

નોંધણી સર નિરીક્ષક કચેરી ગાંધીનગર દ્વારા પરીપત્રથી વિચાર વિહીન દિશાનો હોય એવો નિયમ જાહેર કરેલ છે કે, વેચાણ દસ્તાવેજ કરતા સમયે પાવર ઓફ એર્ટની આપનાર વ્યકિતનું દસ્તાવેજ નોંધણી ની તારીખનું પાવર ઓફ એર્ટની આપનાર વ્યકિત હયાત હોવા મતલબનું સોગંદનામુ પાવર ઓફ એર્ટની લેનારે દસ્તાવેજ રજુ થતા સબ રજીસ્ટ્રાર અધિકારી સમક્ષ રજુ કરવું ફરજીયાત કરવામાં આવ્યો છે.

આ નવા પરીપત્ર પહેલા એવો નિયમ હતો કે, પાવર ઓફ એર્ટની સ્વીકાર વ્યકિત જે તે સમયે વેચાણ વ્યવહાર કરતા સમયે સબંધીત સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે પાવર ઓફ એર્ટની આપનાર આજની તારીખે હયાત અને જીવંત હોવા અંગેનું સોગંદનામુ રજુ કરવાનું રહેતું હતું.

આ ઉપરાંત વિદેશમાં રહેતા અને દેશમાં મિલ્કત ધરાવતા વ્યકિતીઓ પોતાની મિલ્કત વેચાણ કરવા માટે આપેલ પાવર ઓફ એર્ટની ની ખરાઇ કરવા માટેનું પ્રીન્સીપાલ ડેકલેરેશન(સોગંદનામુ) ન હોવાથી દસ્તાવેજ નોંધણી એક મહિના જેટલી મુલત્વી રાખવામાં આવતી હતી. હવે થી આ પરીપત્ર દ્વારા આ નિયમ પણ આગામી તા.15/2/2023 થી આ વ્યવસ્થા પણ બંધ કરવામાં આવશે.

પાવર ઓફ એર્ટની પરોક્ષ રીતે બંધ થાય તે પ્રકારનો પરીપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેથી નોંધણી કરતા સમયે પાવર ઓફ એર્ટની આપવાનો કોઇ મતલબ જ રહેતો નથી. કારણ કે, પાવર ઓફ એર્ટની આપનારનું દસ્તાવેજ નોંધણી થતી તારીખનું પોતે હયાત હોવા અંગેનું સોગંદનામુ રજુ કરવાનું ફરજીયાત કરવામાં આવતા આ કંઈ રીતે સંભવી શકે તે અંગે દ્વિધા ઉભી થઈ છે.

બહાર રહેતા વ્યક્તિનું સોગંદનામુ મુશ્કેલ
આ પરીપત્રથી તાે પાવર ઓફ એટર્ની આપનાર વ્યકિત પાવર આપે કે, રૂબરૂ સબ રજીસ્ટ્રાર કચેરીએ આવીને દસ્તાવેજમાં સહી કરી આપે બન્ને બાબતાે સમાન થઇ કારણ કે, દસ્તાવેજ નાેંઘણીની તારીખનું હયાતી અંગેનું સાેગંદનામુ રજુ કરવા જણાવેલ છે તાે બહાર ગામ રહેતા વ્યકિતનું તે દિવસનું સાેગંદનામુ કંઇ રીતે રજુ કરી શકાય. > જી.કે.કુકડીયા, એડવાેકેટ,વલભીપુર

લોકોની સુવિધા પર તરાપ મારવા સમાન
પાવર ઓફ એર્ટનીનો મતલબ જ એ છે કે, પાવર ઓફ એર્ટની આપનાર વ્યકિત જે શહેરમાં મિલ્કત ધરાવે છે તે શહેરમાં વસવાટ કરતા નથી અથવા તો અબાલ,વૃધ્ધ,અશકત,બિમાર રહેતા હોવાના કારણે જ પાવર ઓફ એર્ટની આપવાનું મુખ્ય કારણ ઉપસ્થિત થતું હોય છે.

હવે આ નવા પરીપત્ર થી પાવર ઓફ એર્ટની આપનારનું વેચાણ દસ્તાવેજ નોંધણી ના દિવસનું હયાતી અંગેનું સોગંદનામુ રજુ કરવાનું રહેશે. આ કંઇ રીતે શકય બને તેનો વીચાર કરવામાં આવ્યો હોય તેવું જણાતું નથી. અને પરોક્ષ રીતે લોકોની સુવિધા ઉપર તરાપ મારવા સમાન કાળો પરીપત્ર જાહેર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...