તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદાન:વલભીપુર પાલિકાના 6 વોર્ડ માટે 16 બુથો પર થશે મતદાન

વલભીપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આગામી દિવસોમાં યોજાનાર વલભીપુર નગરપાલીકા-જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી માટે સ્થાનીક તંત્ર સજ્જ થઇ રહ્યું છે.નગર પાલીકાના 6 વોર્ડ, 2 સીટ જિલ્લા પંચાયત અને 16 સીટ તાલુકા પંચાયત માટે 28 મી તારીખે થશે મતદાન વલભીપુર તાલુકાની ભાવનગર જિલ્લા પંચાયતની 2 બેઠકો હેઠળ તાલુકા પંચાયતની કુલ-16 બેઠકો આવે છે. અને વલભીપુર નગરપાલીકાના કુલ 6 વોર્ડમાં વોર્ડ દીઠ 4 ઉમેદાવારોની પેનલ બનતા કુલ 24 ઉમેદવારો ચુંટવા માટે આગામી તારીખ 28 ફેબ્રુઆરીનાં સવારનાં 7 કલાક થી સાંજના 6 કલાક સુધી મતદાન થશે.

વલભીપુર નગરપાલીકામાં 6 વોર્ડના મતદાન માટે કુલ-16 બુથો, ચમારડી જિલ્લા પંચાયતની બેઠક હેઠળ આવતી તાલુકા પંચાયતની 8 બેઠકો માટે 40 બુથ અને જિલ્લા પંચાયત પાટણા બેઠક હેઠળ તાલુકા પંચાયતની આવતી 8 બેઠકો માટે 38 બુથો ઉભા કરવામાં આવશે. ચુંટણીનુ સત્તાવાર જાહેરનામુ આગામી તા.8 ફેબ્રુઆરીનાં બહાર પડશે.

26-પાટણા જિલ્લા પંચાયત અને 8 તાલુકા પંચાયતની સીટો માટે તાલુકા વિકાસ અધિકારી નિચે તેમજ 6-ચમારડી સીટ નિચે આવતી 8 તાલુકા પંચાયતની સીટો અંગેની જવાબદારી મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવશે. ચુંટણીની અંગેની તમામ કામગીરી માટે મામલતદાર જી.કે.મકવાણા, આર.કે.(રેવન્યુ) મામલદાર પ્રભાતસિંહ મોરી, તા.વિ.વાઘેલાભાઇ તેમજ બન્ને કચેરીઓના કર્મચારીઓ દ્વારા સુસજ્જ થઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો