વિવાદ:વલ્લભીપુર પાલિકાના મહિલા પ્રમુખ અને તેના પતિ પુનઃ વિવાદમાં, કામદારોને ધમકી

વલ્લભીપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓને પગાર નહીં મળતા વિવાદ સર્જાયો, લેખિતમાં ફરિયાદ
  • ચિફ ઓફિસરને તાત્કાલિક કાર્યવાહી માટે કરી માંગ

વોલપેપર નગરપાલિકાના પ્રમુખ અને તેમના પતિ વારંવાર વિવાદમાં આવે છે. પ્રમુખ અને તેમના પતિએ પાલિકાના રોજમદાર સફાઇ કામદારોને જ્ઞાતિ વિરુદ્ધ હડધુત કરી, ધાક-ધમકી આપ્યાની લેખિતમાં ફરિયાદ ચીફ ઓફિસરને કરવામાં આવી છે. જેથી વધુ એક વિવાદ ઉભો થયો છે. જોકે તે સંદર્ભે પોલીસ ફરિયાદ કરાઇ નથી.

વલ્લભીપુર નગરપાલિકામાં મોટાભાગનો વહીવટ મહિલા પ્રમુખ હેતલબેનના પતિ કિશોર પરમાર કરી રહયા છે. ગત તા. 3 ના રોજ વલ્લભીપુર નગર પાલિકાના રોજમદાર સફાઈ કામદારો શાંતુબેન ભગવાનભાઈ તથા અન્યએ ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ આપેલી હતી. જેમાં જણાવ્યા મુજબ જુલાઈ તથા ઓગષ્ટના કામ કર્યાના બાકી પગાર આજદિન સુધી ચૂકવેલો નથી આ અંગે અવાર નવાર પ્રમુખ તથા સભ્યોને રજૂઆત કરવા છતાં બાકી પગારોની રકમ ચુકવવામાં આવેલી નથી. આ મોઘવારીના સમયમાં પગારની રકમ નહી મળવાના કારણે આર્થિક રીતે મુશ્કેલીમાં આવી ગયા છે.

આ ઉપરાંત પગાર ચુકવવાની માંગ કરેલી તેના કારણે તેમની સાથે કિન્નાખોરી રાખી હડધૂત કરી અપમાનિત કરવામાં આવે છે અને તેઓ વાલ્મીકી સમાજના હોવાથી એલ ફેલ બોલી ઉતારી પાડવામાં આવે છે. આ બાબતે અમોને ન્યાય તેમજ બાકી રહેતો પગાર તાત્કાલિક અસર થી ચુકવવા કાર્યવાહી કરવા અન્યથા ના છૂટકે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે. તેમ લેખિતમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...