તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશા:વલ્લભીપુરને નવા વર્ષમાં કોલેજના નવા મકાનની ભેટ મળે તેવી આશા

વલ્ભીપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક સ્તરે રજૂઆત બાદ હવે કામ આગળ વધશે
  • શિક્ષણ મંત્રીએ વલ્લભીપુરની મુલાકાત લીધા બાદ આ બિલ્ડીંગનું કામકાજ સત્વરે પૂર્ણ થાય તે માટે આપી સૂચના

આજે વલભીપુરમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ઼્રસિંહ ચુડાસમાંએ ભા.જ.પા. કાર્યકર્તા સાથે નવા વર્ષની નિમિતે શુભેચ્છા મુલાકાત લીધેલ, જેમાં વલભીપુરના તાલુકાના વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી તેમજ વિવિધ પ્રકારના પડતર પશ્રનો ચર્ચા અને રજુઆતો કરવામાં આવી જેમાં ખાસ કરીને ભા.જ.પા.ના નવા તથા જુના કાર્યકરો દ્રારા ઘણા સમયથી સરકારી કોલેજ મકાનનુ બાંધકામ શરૂ થતુ ન હોય આ કામ ‌સત્વરે શરૂ થાય તેવી રજુઆત કરતા શિક્ષણમંત્રીએ દ્રારા ભાવનગર એજયુકેટીવ એન્જીનીયર સાથે ટેલીફોનીક રીતે સરકારી કોલેજનુ કામ સત્વરે શરૂ કરવા સૂચના આપેલ હતી.

આ શુભેચ્છા મુલાકાતમાં જિલ્લા ભા.જ.પા.પ્રમુખ મુકેશભાઇ લંગાળીયા, મહા મંત્રી દિલીપભાઇ શેટા, ગ્રામ્ય પ્રમુખ અજીતસિંહ ગોહિલ, શહેર પ્રમુખ નીતીનભાઇ ગુજરાતી તેમજ શૈલેષભાઇ દવે તથા ઘમેન્દ઼્રસિંહ ચુડાસમા ઉપરાંત બહોળી સંખ્યામાં ભા.જ.પા. કાર્યકારો ઉપસ્થીત રહયા હતા.વલભીપુરમાં સરકારી કોલેજ માટેના મકાનનું કામ લાંબા સમયથી અટવાયેલુ છે.તે પ્રશ્ન આ મુલાકાત દરમિયાન ચર્ચાયો હતો બાદમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ બાબતે ત્વરિત કાર્યવાહીની સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...