આર્થિક ભારણ:વલભીપુર પાલિકાના છુટા કરાયેલ હંગામી કર્મીઓ આમરણાંત પર

વલ્લભીપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેકમ કરતા વધુ કર્મચારીઓને રખાતા આર્થિક ભારણ

વલ્લભીપુર નગરપાલીકાના 34 હંગામી કર્મચારીઓને પ્રાદેશીક કમિશ્નરના હુકમથી છુટા કરવામાં આવ્યા હતા. જેના વિરોધમાં છુટા કરાયેલા કર્મચારીઓ આજથી નગરપાલીકાના પ્રાંગણમાં આમરણાંત ઉપવાસ આંદોલનનો સહારો લઇ તંત્ર ઉપર દબાણ લાવવાનો પ્રયત્ન હાથ ધરેલ છે.

ગત તા.20 મી જુલાઇના રોજ ભાવનગર પ્રાદેશીક કમિશ્નર દ્વારા વલભીપુર નગરપાલીકામાં મહેકમ કરતા વધુ કર્મચારીઓને હંગામી ધોરણે રાખવામાં આવેલા હતા. જેથી સરકારની તીજોરી ઉપર આર્થિકભારણ પડતુ હોવાને ધ્યાને લઇ તેઓએ ચીફ ઓફીસર વલભીપુરને લેખીત આદેશ કર્યો હતો. જે આદેશને ધ્યાને લઇ તત્કાલીન ચીફ ઓફીસર આર.બી.પરમાર દ્વારા આ તમામ 34 હંગામી કર્મચારીઓને છુટા કરતા હંગામો મચી ગયેલો.

10 દિવસ થયા છતાં આ કર્મચારીઓને ફરજ ઉપર પરત લેવા બાબતે શાસકો દ્વારા કોઇ નિર્ણય ન લેવાતા આ કર્મચારીઓ કચેરીના પ્રાંગણમાં બેસીને આમરણાંત ઉપવાસ આંદોલન છેડયું છે. અને બીજી તરફ હંગામી કર્મચારીઓના પરોક્ષ રીતે ટેકો આપતા હોય તે રીતે કાયમી સફાઇ કર્મચારીઓ પણ શહેરમાં નિયમીત સફાઇ ન કરતા હોવાથી અમુક વોર્ડમાં નગર સેવકો દ્વારા સફાઇ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...