વલભીપુર નગરપાલિકામા કાયમી ચીફ ઓફીસરની નિમણૂક ક્યારે થશે તે એક ઉકેલ માંગતો કોયડો બની ગયો છે.હાલના ઇન્ચાર્જ ચીફ ઓફીસરથી લોકોના કામ થતા નથી. હાલમાં તળાજાના ચીફ ઓફીસરથી વલભીપુર પાલિકાનું ગાડુ ગબડાવાઇ રહ્યું છે.
વલભીપુર નગરપાલિકામા લાંબા સમયથી ઇન્ચાર્જ ચીફ ઓફીસરથી ગાડું ગબડાવામા આવી રહ્યું છે જરૂરી કામ સબબ પાલીકાના કર્મચારી તળાજા ખાતે ફાઈલ લઈને જાય તો શું કામ સબબ આવ્યા છે તે અંગેની પણ તસ્દી લેતા નથી અને ગયેલા કર્મચારીને પચ્ચીસના પઘડે એમ કહીને વળાવી દેવામાં આવે છે કે ત્યાંનું કામ ત્યાં થાય તેનો પણ વાંધો નહી પરંતુ તે વલભીપુર પણ આવતા નથી.
ઘણા સમયથી પેન્ડીગ બીલો ચુકવતા ન હોય પાલીકાના અન્ય કામો સમયસર થતા નથી.તેઓ સરકારી મોબાઈલ ફોન પણ બંધ રાખતા હોય કચેરીના કામકાજ અંગે પુછપરછ પણ શક્ય બનતી નથી. હવે નવી સરકાર પાસે શહેરીઓને એક અપેક્ષા કે વલભીપુર નગરપાલિકાને કાયમી અને કર્મિષ્ઠ ચીફ ઓફીસરની નિમણૂક કરે જેથી શહેરના વિકાસ ના કામોને ગતિ મળે અને અટકેલી ફાઈલોનો નિકાલ થાય.ચીફ ઓફીસર અનિયમિત હોવાથી કચેરીની હાલત નધણિયાત જેવી બની ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.