નિખિલ દવે :
વલભીપુર શહેર અને તાલુકામાંથી ભાવનગર-અમદાવાદ-અમરેલી એ રીતે બે રાજ્ય ધોરી માર્ગ ઉપર આવેલો તાલુકો હોવા છતાં આ તાલુકો વિકાસની હરણફાળમાં પાછળ ધકેલાઇ ગયો અને વધતી જતી સમસ્યાઓના ઉકેલ માટે કોઇએ રસ લીધો નહી.
તાલુકા મથકથી ધોળા જંકશન 17 કિ.મી.અને શિહોર જંકશન 25 કિ.મી.દુર છે અને તાલુકામાંથી બે રાજયધોરી માર્ગ પસાર થાય છે આ પરીબળો ધ્યાને લેતા પરીવહન માટે કાચા-પાકા માલની હેરફેર પણ સરળતાથી થઇ શકે તેવા ઉજળા સંજોગો હોવા છતાં આ તાલુકામાં આઝાદી પછી એક પણ ઉદ્યોગ સ્થાપીત ન થયો જે વર્તમાન સમયમાં પણ આ સમસ્યા બરકરાર છે.
આ બધી સમસ્યાઓથી ઘેરાયેલો છે તાલુકો
વર્ષોથી આ તાલુકો સર્વાગી વિકાસ માટે અનેક બાબતોથી વંચીત છે. જી.આઇ.ડી.સી.ની ઝંખી રહ્યો છે.સરકારી દવાખાનું રેફરલ હોસ્પિટલ બિલ્ડીંગ ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે કંડમ થયેલ છે. સરકારી રેસ્ટ હાઉસ હાલ બંધ છે. સરકારી વિનિયન કોલેજની જગ્યા ઘણા વર્ષ પહેલાં મળેલ છે માર્કેટિંગ યાર્ડ ઊભું થાય તો ખેડૂતોને ફાયદો થઇ શકે.
વલભીપુર થી ભાવનગર ફોરટેક હાઈવેનું કામ ચાલુ છે હાલ માત્ર નાના-મોટા પુલોના કામો ત્રણેક વર્ષ જેવો સમય થયો પણ હજી નાળાઓનું કામ પૂર્ણ થયા નથી.સીટી સર્વેની નવા બિલ્ડીંગ માટેનું આયોજન થાય. વલ્લભીપુર સિવિલ કોર્ટ વલ્લભીપુર શહેરથી આશરે દોઢ કિલોમીટર દુર અને તે પણ ભાડાની જગ્યામાં ચાલે છે.
ટુંકા માર્ગ બનાવવાની જાહેરાતને 10 વર્ષ થયા
વલભીપુર જૈન સંપ્રદાયનું તીર્થ સ્થળ ગણાય છે.અત્રેથી અનેક છરીપાલીત સંઘો તેમજ સાધુ,ભગવંતો વિહાર સમયે પસાર થતા હોય છે. વલભીપુરથી વાયા પાટી,સોનગઢ,પાલીતાણા તરફનો ટુંકા માર્ગ બનાવી આપવાની ખુદ રાજય સરકારે જાહેરાત કરી હોવા છતાં 10 વર્ષથી 10 કિ.મી.નો રસ્તો થયો નથી.
બે સુવિધા મળ્યા બાદ એકેય સુવિધા નથી
વળા સ્ટેટના સ્વ.પ્રવિણચંદ્રસિંહજી (દાદા બાપુ) જયારે સ્થાનીક ધારાસભ્ય હતાં તે સમયે વલભીપુરની બે મોટી સુવિધા અપાવી હતી તેમા એક રેફરલ હોસ્પિટલ, બીજુ એસ.ટી.બસ પોઈન્ટ બસ આ તાલુકામાં એક પણ સુવિધાઓ નથી.> નિરંજનભાઇ શાહ, પ્રમુખ.પાંજરાપોળ,વલભીપુર અને જૈન સમાજના અગ્રણી
વિકાસ ન થવા પાછળ પ્રયત્નોનો અભાવ
વલભીપુરનો વિકાસ ન થવાનું પાછળનું માત્ર એક કારણ સામુહિક પ્રયત્નોનો અભાવ ભૂતકાળ અને વર્તમાન સમયના અગ્રણીઓ તેમજ બીજુ કારણ પહેલા ખારૂ પાણી હતું તેથી પાણીના બહાના બતવવામાં આવતા હતાં. હવે હાલમાં આ પરીબળો સાનુકુળ હોવા છતાં વીકાસની કેડી કંડારતા નથી તે હક્કિત છે. > મહેશભાઇ બી.ડાવરા, ડીરેકટર, એ.પી.એમ.સી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.