ઉદાસિન વલણ:વલભીપુર ખાદી ગ્રામ ભંડાર પાસે બે લાખનો વેરો બાકી

વલભીપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પછાત વિસ્તારોમાં વેરો વસુલવામાં કકડાઇ આચરતી પાલીકા વસુલવામાં ઉદાસીન

વલભીપુર ખાદી ગ્રામ ભંડાર પાસે બે લાખ રૂપીયાનો વેરો બાકી છતાં ઉઘરાણીમાં નગરપાલીકાનું તંત્ર ઉદાસિન વલણ રાખી રહયું છે.શહેરના પછાત વિસ્તારોમાં વેરો વસુલવામાં કકડાઇ આચરતી પાલીકા આ એકમ પાસે કેમ ઉઘરાણી કરતી નથી તેવો લોકોમાં સવાલ ઉઠવા પામેલ છે. વલભીપુર શહેરમાં બસ સ્ટેશન તેમજ ભાવનગર-અમદાવાદ હાઇવે ટચ પ્રાઈમ લોકેશનમાં આવેલ ખાદી ગ્રામ ભંડાર હસ્તકનાં શોપીંગ સેન્ટરનો મિલકત વેરો આશરે રૂ. બે લાખ કરતા વધુ બાકી હોવા છતાં નગરપાલીકા દ્વારા ઉઘરાણી કરવામાં આવતી નથી.

કોરોના વાઇરસની આવેલી ગ્રાન્ટનો ખર્ચા ઉધારી ગેરરીતિમાં મસ્ત નગરપાલીકાનાં સત્તાધીશોને પાલીકાની આર્થિક સધ્ધરતાનો જે બાબત ઉપર મુખ્ય આધાર છે તે મિલ્કત,નળ,ગટરના વેરાની આવક છે તેના પર ધ્યાન આપવાના બદલે અન્યમાં વ્યસ્ત છે.ખાદી ગ્રામ શોપીંગ સેન્ટરનો રૂ. 2 લાખનો બાકી વેરો વસુલાત કરે અને જો વેરો ભરપાઇ ન કરે તો મિલ્કત સીલ કરવાની કાર્યવાહી કરવા માટે નગર સેવક લાલાભાઇ આહિરે ચીફ ઓફીસર રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...