તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વલભીપુર BOBની સામે જ બે સર્વિસ પોઈન્ટ

વલભીપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલભીપુર બેંક ઓફ બરોડાની શાખાના આરંભથી વર્ષો સુધી મેઈન બજાર શુકલ શેરીના નાકે કાર્યરત હતી. જે થોડા સમય પહેલા ભાવનગર-અમદાવાદ હાઇવે રાંદલમાતાના મંદિર સામે સ્થળાંતર કરવામાં આવેલ છે અને સ્થળાંતર પછી શહેરના છેવાડે અને મધ્યમાં રહેતા બેંકના ગ્રાહકો હાઇવે સુધી જવું ન પડે તે માટે બેંક દ્વારા શહેરની મધ્યમાં સર્વિસ પોઈન્ટ કાર્યરત કરવો પડે તેને બદલે બેન્કના નિયમો નેવે મુકી બેન્ક અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યાં છે.

હકીકતમાં જે સ્થળે બેંક ન હોય અથવા બેંક દુર હોય જ્યા આમ જનતાને સેવા મળી રહે તે માટે સર્વિસ પોઈન્ટ ખોલવાના હોય છે. પરંતુ વલભીપુર બેંક ઓફ બરોડા શાખાને આ નિયમો લાગુ પડતા નથી. એક જ વોર્ડમાં મેઇન બ્રાંચ અને 2 સર્વિસ પોઈન્ટ આવી નિતી રીતી સામે બેંકનાં ગ્રાહકો દ્વારા બેંકના ઉચ્ચ અધિકારી સમક્ષ રજુઆત કરેલ છે.

આ અંગે બ્રાંચ મેનેજર નવીન કુમારે જણાવ્યુ હતુ કે બેંક સર્વિસ પોઈન્ટ અંગે RBIની કોઇ ગાઈડ લાઇન નથી અને શાખા પ્રબંધક અને સર્વિસ પોઈન્ટને ચલાવા માટેના કરાર કરનારની અનુકુળતા મુજબ પોઈન્ટ ખોલવામાં આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...