હાલાકી:વલભીપુરમાંથી પસાર થતા હાઇવે પર અંધારપટ્ટ છવાયો

વલભીપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંધારામાં લોકોને ભય,અકસ્માતના પણ બનાવો

વલભીપુરમાંથી પસાર થતા ભાવનગર-અમદાવાદ હાઇવે પર આવેલ સ્ટ્રીટ લાઇટો બંધ હોય અંધારામા ગંભીર અકસ્માત થવાનો અને અસામાજીક તત્વોનો ભય રહેલો છે. વલભીપુર શહેરની હદમાં ભાવનગર-અમદાવાદ મુખ્ય માર્ગ પસાર પર થાય છે તેમાં તંત્ર દ્રારા ત્રણ હાઇરાઇઝ વિજપોલ તેમજ સ્ટ્રીટ લાઇટો નાંખવામાં આવેલ છે.

આ મુખ્ય માર્ગ પર છેલ્લા બે મહિનાથી એક એક પછી આ તમામ સ્ટ્રીટ લાઇટો બંધ થતી જાય છે, આ પ્રકારની તંત્રની બેદરકારીના કારણે આ માર્ગ પર અંધારપટ છવાટો જાય છે. થોડા મહિનાઓ પહેલા ટ્રક દ્રારા એક હાઇરાઇજ વિજપોલ તોડી નખાતા આ વિજ પોલ ફરીથી ઉભો કરવા તંત્રને આળસ હોય તેમ કહી શકાય કેમકે આજે અંદાજે ચાર મહિના જેવો સમય વીતી ગયો હોવા છતા આ વિજપોલ ઉભો થયેલ નથી તેમજ દર ચાર કે પાંચ વિજપોલ બાદ માંડ એકાદ થાંભલા પર સ્ટ્રીટ લાઇટ ચાલુ જોવા મળે છે.

આવનાર દિવસોમાં નવરાત્રી અને દિવાળી જેવા રોશનીના તહેવારો આવી રહયા છે વલભીપુર નગરપાલીકા પાસે સ્ટ્રીટ લાઇટ બદલવા કે રીપેર કરવા કોઇપણ પ્રકારના સાધનો નથી જેના કારણે જે સ્ટ્રીટ લાઇટ બંધ થઇ જાય તે પછી તે લાંબા સમય સુધી બંધ જ રહે છે-

અન્ય સમાચારો પણ છે...