લાપરવાહ તંત્ર:માદરે વતન વલભીપુરમાં કયાંય ગીજુભાઇ બધેકાનું કોઇ સ્મારક નથી

વલભીપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં પ્રવેશતા એક બોર્ડ મુકીને સંતોષ માની લેવાયો
  • બાળ કેળવણીકારની​​​​​​​ કાયમી સ્મૃતિ સચવાઇ રહે તેવું કોઇ સ્માકર બનાવવા શિક્ષણવીદો, સરકારી તંત્ર આગળ આવે

એક સદી પૂર્વૈ સમગ્ર વિશ્વને બાળ શિક્ષણ સાથે ભાર વગરનું ભણતર અંગેનો વિચાર મુકનાર તેમજ પ્રર્વતમાન સમયની અંદર બાળ શિક્ષણ મોન્ટેસોરી સાથે ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાને વેગવંતી બનાવાનાર અને વિશ્વમાં મુંછાળીમાંનું બિરૂદ પામનાર તેવા ગીજુભાઇ બધેકાનું વતન એટલે જિલ્લાનું વલભીપુર છે. પર઼તું તેમના વતનમાં જ કોઇ સ્મારક નથી. માત્ર શહેરમાં પ્રવેશતા નદીના વળાંકમાં એક બોર્ડ મુકીને સંતોષ માની લેવાયો છે.

તેઓનો જન્મ અમરેલી જિલ્લાંના ચીતલ ગામે તા.15-11-1885 નાં થયેલો પરંતુ તેઓની બાલ્યાવસ્થા વલભીપુરમાં ભટ્ટશેરી અને ખુદ ગીજુભાઇનાં શબ્દોમાં લખીએ તો ભટોપા શેરી ખાતે વીતેલું હતું. નિરક્ષર માતા કાશીબાના આ સપુતે ભણતર સાથે અંગ્રેજી ભાષા ઉપર જબ્બર પકડ હોવાથી 1909 ની સાલ સુધી વિદશેમાં રહ્યાં બાદ માદરે વતન પરત ફરવા સાથે આશરે 1915-16ની સાલમાં ભાવનગર ખાતેની દક્ષિણામૂર્તિ ભવન સાથે જોડાયા હતાં.

ગીજુભાઇ બધેકા(મુંછાળી માં)નું ભટ્ટશેરી ખાતે જે જગ્યામાં બાળપણ વીતેલું તે જગ્યા આજે પણ મોજુદ છે તેમ છતાં લીજેન્ડ બાળ કેળવણી કારની કાયમી સ્મૃતિ સચવાઇ રહે તેવું કોઇ સ્માકર કરવા માટે શિક્ષણવીદો, સમાજશાસ્ત્રીઓ કે સરકારી તંત્રએ આજ સુધી લાપરવાહ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...