મુશ્કેલી:ગામમાં પશુ દવાખાનું છે પણ 2 વર્ષથી ડોકટર નથી

વલભીપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • {વલભીપુરનાં પાટણા ગામે પશુ ડોકટરના અભાવે પશુઓની સારવાર માટે મુશ્કેલી

વલભીપુર તાલુકાના સૌથી મોટા પાટણા ગામમાં પશુઓની સંખ્યા મોટા પ્રમાણ હોવા છતાં એકપણ પશુ ડોકટર નથી જેથી પશુઓની સારવાર સમયસર થઇ શકતી નથી. પાટણા ગામમાં પશુપાલકોની સંખ્યા મોટા પ્રમાણમાં છે.પશુપાલકો પાસે ગાય,ભેંસ,ઘેટા,બકરા તેમજ અન્ય પશુઓ મળી આશરે 3 હજાર કરતા વધુ સંખ્યામાં પશુઓ છે. ગામમાં વર્ષોથી પશુ દવાખાનું છે.

પરંતુ છેલ્લા આઠ વર્ષથી પશુ ડોકટરની જગ્યા ખાલી છે. નવું નકોર પશુ દવાખાનુ બનાવ્યાને બે વર્ષ કરતા વધુ સમય વીતી ગયો પણ પશુ ડોકટરની નિમણુંક થતી ન હોવાથી પશુઓને જયારે ઈમરજન્સી સારવાર આપવાની થતી હોય તે સમયે પરેશાની વેઠીને બહારથી ખાનગી ડોકટર લાવવા પડે છે. પશુઓની ખાસ્સી સંખ્યા હોય અવારનવાર આવા સંજોગો ઉભા થયા કરે છે.માલધારી તેમજ ખેડુતોની માંગ છે કે પાટણા ગામમાં તાકીદે પશુ ડોકરટની નિમણુંક કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...