નગરસેવકોનો આક્ષેપ:ડિવાઈડરનું કામ હાઈવેનું અને ખર્ચ વલ્લભીપુર નગરપાલિકાનો !

વલભીપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિવાઈડરમાં માટી કામના નામે પાલિકા પ્રમુખના પતિ સામે ભ્રષ્ટાચાર આચર્યાનો વિરોધ પક્ષના નગરસેવકોનો આક્ષેપ

વલ્લભીપુર નગરપાલિકામાં હંમેશા વિવાદમાં રહે છે. હજુ ચીફઓફીસરના ચાર્જ અને હંગામી કર્મચારીઓના પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી ત્યાં નગરપાલિકાના પ્રમુખના પતિ દ્વારા ડિવાઇડરમાં માટી કામમાં ભ્રષ્ટાચાર આચર્યાનો વિરોધ પક્ષના નગરસેવકો દ્વારા આક્ષેપો સાથે પ્રાદેશિક કમિશનર પાસે તપાસની માગણી કરતા રાજકીય ગરમાવો ફેલાયો છે. વલ્લભીપુર નગરપાલિકામાં ઘણા સમયથી ખુબજ અંધેર વહીવટ ચાલી રહ્યો છે. નગરપાલિકાના પ્રમુખના પતિ પોતાની મન માની કરી કંગાળ પાલીકાને વધુ આર્થિક ફટકો પડે તેવા નિર્ણય લઇ રહ્યાં છે.

એક તરફ પાલિકા દ્વારા બાકી લેણદારોના બીલ ચુકવણી કરવા માટે ઠાગા ઠૈયા કરી રહી છે. બીજી તરફ કર્મચારીઓના પગાર પણ બે કે ત્રણ મહિના થી થયેલા નથી. કાયમી ચીફ ઓફીસરના ઠેકાણા નથી. 34 હંગામી કર્મચારીઓનો પ્રશ્ન લટકેલો છે. આવી અનેક વીટબંટાણાઓ થી ઘેરાયેલી નગરપાલીકાની હાલત હાલક ડોલક છે.

ત્યારે શહેરમાંથી પસાર થતા હાઇવે પર બનાવવામાં આવેલ ડીવાઇડરના વચ્ચેના ભાગે માટી નાખવા માટે પાલિકાના મહિલા પ્રમુખના પ્રતિનિધિ પતિ કિશોરભાઈ પરમાર નાખવી રહ્યાં હોવાનું વિરોધપક્ષના સભ્યો દ્વારા જણાવી હાઇવે પરના ડીવાઇડરમાં માટી કામ કરવાનો ખર્ચ માર્ગ-મકાન વીભાગ એ કરવાનું હોય કે, પાલિકાએ ? તે પણ પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે.

પોતાની મન માની કરી મોટા બીલો મૂકવાની ભષ્ટ્રાચાર આચવરાની વેતરણ કરી રહયા હોાવા સાથે સરદાર આવાસમાં વોર્ડ નબર- 3ના નગરસેવકે ઓછી કિંમતમાં માટી કામ કરાવેલ હતું ત્યાર પછી પાલિકા પ્રમુખના પતિએ દોઢી કિંમતમાં માટી નખાવ્યા અંગેનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવેલ છે. આ બાબતે નિષ્પક્ષ તપાસ કરવા માટે પ્રાદેશીક કમિશ્નર ,નગરપાલિકાઓ સમક્ષ વિરોધ પક્ષના નગરસેવક ભાર્ગવ મહેતા, યોગેશભાઈ ડાંગર, ભાવિક ધનાણી દ્વારા માંગ કરેલી છે.

હાઈવેના ટ્રેક પર માટીના ઢગલાથી હાલાકી
ડીવાઇડરમાં માટી પુરવા માટે છેલ્લાં બે દિવસથી હાઇવેના એક ટ્રેક બાજુ મોટા ઢગલાઓ કરવામાં આવતા ટ્રાફીકને બહુ મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત રખડતા ઢોર પણ આ માટીના ઢગલા ઉપર બેસીને અડીંગો જમાવી દેતા હોવાથી લોકોને ડબલ મુશ્કેલીઓ સહન કરવી પડે છે.

વૃક્ષારોપણના હેતુથી કામ કર્યું
હાઇવેના ડીવાઇડરમાં માટી કામ કરવા પાછળનું કારણ વૃક્ષા રોપણ કરવાનું છે. ગામમાંથી નીકળતા હાઇવે સારો લાગે તેવા સારા હેતુથી માટી નાખ્યા પછી વૃક્ષો વાવવાનો હેતું છે. કોઇ ભષ્ટ્રાચારનો આક્ષેપ કરતા હોફ તો સાબિત કરી બતાવે. > હેતલબેન પરમાર, પ્રમુખ વલભીપુર નગરપાલીકા

અન્ય સમાચારો પણ છે...