પરેશાની:વલભીપુર તા.માં પાકના વાવેતરનું પ્હાણી પત્રક નહી બનતા પરેશાની

વલભીપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સપ્ટેમ્બર મહિનામાં તૈયાર થઇ જવું જોઇએ
  • વલભીપુર તાલુકાના હજારો ખેડુતોએ ખેતરોમાં વાવેતર કરેલ જે તે પાકની નોંધ નંબર-12 ચાલુ વર્ષ પૂર્ણ થયું છતાં કોઇ નોંધ નહીં

વલભીપુર તાલુકાના હજારો ખેડુતોએ ખેતરોમાં વાવેતર કરેલ જે તે પાકની નોંધ નંબર-12 ચાલુ વર્ષ પૂર્ણ થયું છતાં કોઇ નોંધ નહીં કરાતા વર્ષ-2022 દરમ્યાન ખેડુતોના વાવેતર કરેલ પાક અંગે પડશે મુશ્કેલી. જે કામ ખુબજ ઝડપી થવું જોઇએ તે કામ વર્ષ-2022 નું ચોમાસુ ગયું તેને છ માસ થયા અને આગામી ત્રણ-ચાર માસમાં વર્ષ-2023નું ચોમાસુ પણ આવી જશે. ખેડુતો માટે અતિ મહત્વનું કહી શકાય તે રેવન્યુ રેકર્ડની 7/12 પૈકી ગામ નમુના નંબર-12 જેને પ્હાણી પત્રક કહેવામાં આવે છે.

પ્હાણી પત્રકની કામગીરી જે તે ગામના તલાટી-કમ મંત્રીએ કરવાની હોય છે અને સપ્ટેમ્બર મહિનામાં તૈયાર કરવાની હોય છે કારણ કે ચોમાસુ જુન-જુલાઇ માસ બેસી જતું હોય છે તેથી ખેડુતોએ પોતાના ખેતર વાડીમાં જે તે પાકનું વાવેતર કરી નાખેલ હોય તેથી ખેડુતે કયા પાકનું વાવેતર વર્ષ દરમ્યાન કરેલ છે તેની નોંધ તલાટી કમ મંત્રી સ્થળ તપાસ કરીને તેની નોંધ 7 નંબરના ઉતારામાં કરવાની હોય છે.

કામગીરી તલાટીની હોય છે આ અંગે તપાસ કરીશુ
પ્હાણી પત્રક બનાવાની જવાબદારી જે તે ગામના ફરજ ઉપરના તલાટી કમ મંત્રીની હોય છે. ચાલુ વર્ષ દરમ્યાન કયાં કારણોસર આ કામગીરી થઇ નથી તેની જાણકારી મારી પાસે નથી તપાસ કરીશું.> બી.એન.કણઝરીયા, મામલતદાર,વલભીપુર

અન્ય સમાચારો પણ છે...