તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:વલભીપુર કોર્ટ બિલ્ડીંગના પ્રવેશદ્વારની છત તુટી પડી

વલભીપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટના સમય બાદ છત તુટી પડતા મોટી દુર્ઘટના ટળી
  • જર્જરીત બિલ્ડીંગના સમારકામ માટે ગ્રાન્ટ લાંબા સમયથી મંજુર થઇ હોવા છતાં કામનું મુહૂર્ત નથી આવતું

ભાવનગર-અમદાવાદ હાઇવે નજીક આવેલ વલભીપુર ન્યાય મંદિર ખાતે તેના પ્રવેશ દ્વાર ઉપરની આર.સી.સી. છત સાંજના સમયે ધડાકાભેર એકાએક રીતે તુટી પડતા થોડીવાર માટે દોડધામ મચી ગઇ હતી. સાંજના પાંચ વાગ્યા બાદ આ ઘટના ઘટતા કોર્ટમાં આવતા અસીલો અને અરજદારોની ચહલ પહલ ન હોવાથી દુર્ઘટના ટળી હતી. પરંતુ છત નિચે પડેલ કોર્ટ કર્મચારીનું મોટર સાયકલને નુકશાન થયું હતું. કોર્ટ બિલ્ડીંગ અતિ ર્જજરીત બની ગયું છે .

મોટા ભાગના બીંબ કોલમમાં મસમોટી તીરાડો પડી ગઇ છે. અને હાઇવે નજીક હોવાથી પસાર થતા હેવી વાહનોનું વાઈબ્રેશન સતત રહેતું હોવાથી બિલ્ડીંગ ધણધણી ઉઠે છે તેના કારણે નબળા બની ગયેલા આ મકાનને દિનપ્રતિદિન વધુ નુકશાન થતું જાય છે. મળતી વિગત મુજબ કોર્ટને રીનોવેશન માટે જરૂરી ગ્રાન્ટ પણ ફાળવણી કરવામાં આવી છે તેમ છતાં માર્ગ-મકાન વિભાગ દ્વારા રીનોવેશન કામ સમયસર શરૂ ન થતાં આ છત તુટી પડી છે. સદ્દનસીબે કોઇ જાનહાની ન થઇ.

બે એજન્સીઓએ સમયસર કામ ન કરતા ડીપોઝીટ જપ્ત કરી છે
વલભીપુર કોર્ટના રીપેરીંગ માટે બે વખત ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. બન્ને સમયે એજન્સી ફીકસ થઇ હતી અને જે તે એજન્સીએ સ્થળ પર જઇને સર્વે પણ કરેલ પરંતુ આ બન્ને એજન્સીઓ દ્વારા સમયસર કામ શરૂ ન કરતા નિયમ મુજબ બન્ને ડીપોઝીટ જપ્ત કરવામાં આવેલ છે. અને હવે ત્રીજી વખત ટેન્ડર બહાર પાડવામાં આવશે અને શકય તેટલી ઝડપે રીપેરીંગ હાથ ધરવામાં આવશે. - આકાશ ડાભી, સેકશન ઓફીસર,આર એન્ડ બી.વલભીપુર

અન્ય સમાચારો પણ છે...