પ્રયત્નો નબળા:બંદરના વિકાસના ટકરાવના લીધે વલભીપુર તાલુકાના લોકો રેલ્વે સુવિધાથી વંચિત રહ્યા

વલભીપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલભીપુર તાલુકામાં શા માટે રેલ્વે લાઇન ન આવી ?
  • બંદર અને વિદ્યાપીઠ બન્ને માત્ર ભવ્ય ઈતિહાસની તવારીખ બની રહ્યાં હોય માત્ર સંભારણા રહયાં

વર્તમાન સમયનું વલભીપુર એટલે એક સમયમાં વલભી વિદ્યાપીઠ સાથે ધીકતુ બંદર પણ હતું. અને બંદર સાથે વિદ્યાપીઠ હોવાથી પરદેશથી વિદ્યાર્થીઓ સાથે વેપારીઓ પણ વેપાર માટે આવતા હતાં. હાલમાં બંદર અને વિદ્યાપીઠ બન્ને બાબતોનો માત્ર ભવ્ય ઈતિહાસની તવારીખ બની રહ્યાં હોય માત્ર સંભારણા વાગોળવા રહ્યાં પરંતુ જે તે સમયે બંદર હતું તેના કારણે હાલની અત્યંત જરૂરી તેવી રેલ સુવિધાથી આ તાલુકાને આજપર્યત સુધી વંચિત રહેવાનો વખત આવ્યો છે. બંદર અને રેલ્વેને શું લાગે વળગે તેનો જવાબ આજના ભાવનગર બંદર, કંડલા બંદર, ઓખા, મહુવા સહિતનાં બંદરો જેટી સુવિધા સજજ હોય બંદર સુધી રેલ્વે લાઇન કાર્યરત છે. વલભીપુર તાલુકામાં શા માટે રેલ્વે લાઇન ન આવી ?

જયારે વલભીપુર તાલુકામાં રેલ્વે લાઇન જે સમયે પસાર કરવાની વાત હતી. તે સમયે રાજાશાહીનો સમય હતો. અને વલભીપુરની પૂર્વ દિશાએ ભાવનગર બંદર હતું તેમજ આ બંદરની પશ્ચિમ દિશાએ વલભીપુરનું બંદર હતું જે હાલમાં ઘેલડી ટીંબા તરીકે ઓળખાય છે. આ ધેલડી બંદરનો વિકાસ કરવા માટે વળા સ્ટેટને અત્યંત રસ હતો. વળાનાં રાજાએ બંદર વિકાસનું કામ હાથ ધર્યુ તો રેલ્વે માટે જરૂરી જમીન જોઇએ તે વળા સ્ટેટ દ્વારા ખેડુતો ની જમીન ટુકડા ન થાય તેમજ બંદર માટે પણ જમીન જોઇશે આ કારણોસર ભવિષ્યના વિકાસ માટે રેલ્વે માટે જરૂરી જમીન નહીં મળતા આજે ભાવનગર રેલ્વે ટર્મીનસથી ઉપડતી રેલ્વેના પાટાઓ વાયા શિહોર,ધોળા,બોટાદ સુધી લંબાવા પડયા જો જે તે સમયે જમીન મળી હોત તો હાલ તારાપુર શોર્ટ રૂટની સમાંતર રીતે રેલ્વે ટ્રેક પણ દોડતો હોત.પરંતુ અબ પછતાવા કયું કરે જબ ચીડીયા ચુક ગઇ ખેતની જેમ એક ભુલ થી વલભીપુર આજ સુધી રેલ્વે સેવાથી વંચીત છે અને ભવિષ્યમાં કયારે મળશે તેનું કોઇ નક્કિ નથી.

અન્ય સમાચારો પણ છે...