તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:વલભીપુરમાં એક જ રસ્તો 8 વર્ષમાં પાંચમી વખત નવો બનતા તર્કવિર્તક

વલભીપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સી.સી.રોડ મામલે ભા.જ.પ.ના બે જુથ આમને સામને
  • જુના લેવલથી હાલ 2 થી 3 ફુટ નીચો રાખવામાં આવતા દુકાનદારો લાલઘુમ

વલભીપુર શહેરમાં ઈસ્કોન શોપીંગ સેન્ટરવાળા વિસ્તારમાં બનતા નવા સી.સી. રોડ મામલે નગરપાલીકાના શાસક ભા.જ.પ. જુથ અને કાર્યકરો વચ્ચે ભારે ચમમક જરી છે અને સત્તાધારી જુથ ટસને મસ ન થતાં રોડનું કામ શરૂ રખાતા વિવાદ ઉભો થયો છે. બસ સ્ટેશન સામે સીતારામ પાનની દુકાનથી શરૂ કરીને શાકમાર્કેટ સુધી આઠ વર્ષમાં પાંચમી વખત નવો બની રહ્યો છે.

તેનો વિવાદ છે પરંતુ હાલમાં જે નવો સી.સી.રોડ બનાવવામાં આવે છે તે પ્લાન મુજબ જુના રસ્તા કરતા ત્રણ થી ચાર ફુટ નીચો અને વરસાદના પાણીનો તેમજ ગટરના પાણીનો નિકાલ શહેરની બહાર નિકાલ થાય તેવો ઢાળ કરવાને બદલે ઉંધી દિશાનો ઢાળ કરેલ છે એટલે કે, બીજુ અન્ય પાણી શહેરમાં આવે તેવો ઢાળ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત રસ્તો નીચો કરતા આ ધમધમતા વિસ્તારમાં આવેલ તમામ દુકાનદારોને ફરજીયાત પગથીયા કરવા પડે તેવી નોબત આવી છે. તેથી આ વિસ્તારના દુકાનદારો નગરપાલીકાના સત્તાધીશો,ખુદ ભા.જ.પ.નાં કાર્યક્રરો આ રસ્તાનો ઢાળ, તેમજ ઉંચાઇ બાબતે આમને-સામને આવી ગયા હતાં.આ રસ્તાનો વિવાદ શહેરમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે કે, કારણ કે, ભા.જ.પ. વિરૂધ્ધ ભા.જ.પ. વચ્ચે સંર્ઘષ ઉભું થયું છે.

શાસકોએ મનમાની કરીને કામ કર્યું છે
આ રસ્તો કુલ 620 મીટરનો છે. આ રસ્તાના પાણીનો પહેલા અડધા બસ સ્ટેશન તરફ અને અડધા શાકમાર્કેટ તરફ નિકાલ થતો હતો. હાલના રસ્તા અને પાણી નિકાલ માટે મેં અવાર નવાર ઉગ્ર રજુઆત કરી હોવા છતાં શાસકોએ વાત ધ્યાનમાં લીધી નથી અને મનમાની કરીને રસ્તાનું કામ કરેલ છે. - મહેશભાઇ વસાણી, પૂર્વ પ્રમુખ નગરપાલીકા,સ્થાનીક દુકાનદાર અને વર્તમાન વોર્ડ-4 ના ભા.જ.પ. નગરસેવીકાના પતિ

સમજાવટથી વિવાદ પુરો થયો છે
પાણીના નિકાલ માટે સ્થાનીક દુકાનદારો સાથે કાર્યકર્તાઓ હતાં પરંતુ અમારી સમજાવટને કારણે હાલ આ વિવાદ પુરો થઇ ગયો છે. અને પાણી શાકમાર્કેટ પાસે આવેલ ગટર દ્વારા નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે.અને રસ્તાનું કામ પૂર્ણ થઇ ગયું છે. - હેતલબેન કિશોરભાઇ મકવાણા, પ્રમુખ.નગરપાલીકા,વલભીપુર

અન્ય સમાચારો પણ છે...