દુર્ઘટના:લીલ પરથી લપસતા નદીમાં ડુબી જવાથી માતા-પુત્રના મોત નિપજ્યા

વલભીપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વલભીપુરના તોતણીયાળા ગામે કેરી નદીમાં બનેલી ઘટના
  • પરિવાર સુરતથી માદરે વતન સ્થાયી થયા હતા: મહિલાનો મૃતદેહ શોધવા ભાવનગરની ફાયર રેસ્કયુ ટીમ બોલાવાઇ

તોતણીયાળા ગામનાં અને છેલ્લાં ઘણાં સમયથી સુરત મુકામે ધંધાર્થે રહેતો કોળી પરિવાર ભાવેશભાઇ લધુભાઇ બાવળીયા હાલમાં ધંધામાં મંદી અને કોરોના રોગચાળા નાં કારણે સુરત થી વતન તોતણીયાળા ગામે સહ પરિવાર આવી ગયેલા. તેવામાં ગુરૂવારે સવારનાં 9-30 વાગ્યાની આસપાસ ભાવેશભાઇનાં પત્નિ દક્ષાબેન ( ઉ.વ.આ.32 ) ના કેરી નદીમાં કપડા ધોવા માટે જતાં હતાં. તે સમયે તેમની સાથે તેમનો દિકરો વિર ( ઉ.વ.આ.9 ) નો પણ સાથે થતાં તે પણ કેરી નદીએ ગયો તેવામાં કોઝવે પર પહોંચતા કોઝવે પર બાઝી ગયેલ લીલ નાં કારણે વિરનો પગ લપસી જતાં તે વહેતા પાણીના પ્રવાહમાં તણાવા ની સાથે ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગતા આ દ્રશય જોઇ તેને બચાવા માટે તેની માતા દક્ષાબેન પણ નદીમાં કુદી પડયા હતાં. પરંતુ કઠોર બનેલા કુદરતને માતા-પુત્રનું આયુષ્ય મંજુર નહીં હોય બન્ને પાણીમાં ગરકાવ થવા સાથે ડુબી જવા સાથે પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.

માત્ર 9 વર્ષનાં વિરના મૃત દેહને સ્થાનીક તરવૈયાએ શોધી કાઢેલ હતો. પરંતુ માતા દક્ષાબેનનો કોઇ પતો નહીં લાગતા વલભીપુર શહેર ભા.જ.પ.નાં મહામંત્રી વલ્લભભાઇ કાંમ્બડ મહાદેવ ગૃપનાં તરવૈયાઓને લઇ તોતણીયાળા ખાતે કેરી નદીમાં સતત બે કલાક સુધી શોધખોળ કરી હતી. તેમજ સ્થાનીક લોકોએ પણ ભારે શોધખોળ કર્યા છતાં દક્ષાબેનનો કોઇ પતો નહીં લાગતા અંતે ભાવનગર થી ફાયર બ્રિગેડ ની રેસ્કયુ ટીમ ને વલભીપુર મામલતદાર દ્વારા બોલાવી ને સઘન શોધખોળ કરતા અંતે ચાર-પાંચ કલાકની જહેમત બાદ ઘટના સ્થળથી 1. કિ.મી.દુરથી મૃત દેહ મળી આવ્યો હતો.

ઉર્વશીએ માતા અને ભાઇ ગુમાવ્યા છે
વિધીની વક્રતા તો જુઓ કે, કેરી નદીમાં ડુબી જનાર 9 વર્ષનો વિર ના પિતા સુરત ખાતે હિરાનો વ્યવસ્યા કરતા હતાં પરંતુ હાલમાં કોરોના મહમારીનાં કારણે હિરામાં આવેલી મંદી ને લીધે તે સહ પરિવાર તોતણીયાળા ગામે વતનમાં પરત આવ્યા હતાં. અને હવે તોતણીયાળા ગામે જ સ્થિર થવાનો પરિવારે નિર્ણય કરેલો તેથી વિરનાં પિતા ભાવેશભાઇ બે દિવસ પહેલા જ વિર સુરત ખાતે જે શાળામાં અભ્યાસ કરતો હતો. તે શાળામાંથી તેનું સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ લેવા માટે ગયેલા અને આજરોજ સવારમાં જ સુરત થી પરત ફરેલા હતાં. ત્યાં સવારનાં સમયે આ કરૂણતીંકા બની હતી. જેમાં એક પતિ એ પત્નિ અને પુત્ર તો માત્ર 2 વર્ષની ઉર્વશીએ માતા અને ભાઇ ને ગુમાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...