તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર નિદ્રાંધિન:વલભીપુરમાં મામલતદાર કચેરીના નવા બિલ્ડીંગનું મુહૂર્ત આવતુ નથી

વલભીપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 વર્ષથી માત્ર પ્લાન-નકશા અને એસ્ટીમેન્ટથી આગળ કંઇ નહીં

વલભીપુર મામલતદાર કચેરીનું નવું અદ્તન બિલ્ડીંગ બનાવવાનું કામ તંત્ર વીસરી ગયું હોય તેમ લાગે છે. હાલની કચેરી પણ જુની સરકારી હોસ્પિટલ હતી તે મકાનને રીનોવેશનનાં થીગડા મારી શરૂ કરવામાં આવી હતી. વલભીપુર તાલુકા મથકે આવેલ મામલતદાર કચેરીનું હાલનું મકામ રાજાશાહી સમયનું 72 વર્ષ કરતા જુનુ હોય જર્જરીત થઇ ગયું છે. નવી અદ્યતન સુવિધા સાથેની કચેરી બનાવવાનું કામ ઘણાં સમયથી માત્ર પ્લાન એસ્ટીમેન્ટથી આગળ ચાલતુ નથી.

તાલુકાની જનતા માટે મામલતદાર કચેરી એટલે સૌથી મહત્વની તેમજ સરકારી તમામ કામો માટે જરૂરી અરજ અહેવાલો અને સોગંદનામા કરવા માટે ફરજીયાત આ કચેરીમાં દરેકે આવવું જ પડે તેથી આ કચેરીમાં લોકો માટે તમામ પ્રકારની સુવિધા યુકત હોવી જોઇએ તેને બદલે ખુદ કચેરીની વિવિધ શાખાઓ વેરવિખેર રીતે અલગ અલગ સ્થળોએ કાર્યરત છે. આ કારણોસર પણ અજરદારોને ઘણી મુશ્કેલી પડે છે.હાલની કચેરીની જગ્યાએ સરકારી દવાખાનુ ચાલતું હતું. 1

973 ની સાલમાં રેફરલ હોસ્પિટલ બનતા આ દવાખાનુ બંધ કરી દેવામાં આવેલ જે 1973 થી 2007ની સાલ સુધી પડતર રહેલ અને આ હોસ્પિટલવાળી જગ્યા પર મામલતદાર કચેરીનું સ્થળાંતર કરવાનો નિર્ણય લેવાતા 2008 ની સાલમાં રીનોવેશન કરાવીને મામલતદાર કચેરી શરૂ કરવામાં આવી હતી.આ કચેરીને પણ આ સ્થળે 14 વર્ષ થયા હોય જુનુ મકાન હોવાથી જર્જરીત થઇ ગયું છે. જિલ્લાનાં મોટાભાગનાં તાલુકા મથકોએ નવી અદ્તન સુવિધા સાથે મામલતદાર કચેરી બની ગઇ છે પરંતુ વલભીપુરની આ કચેરીને નવી બનાવવા માટે છેલ્લાં 4 વર્ષથી માત્ર પ્લાન-નકશા અને એસ્ટીમેન્ટ થી આગળ ચાલતું નથી.

અન્ય સમાચારો પણ છે...