તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી પ્રક્રિયાનો આરંભ:વલભીપુરમાં માર્કેટ યાર્ડની ચૂંટણીમાં થશે રસાકસી

વલભીપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજથી ચૂંટણી પ્રક્રિયાનો થશે આરંભ
  • ખેડૂત,વેપારી અને સહકારી ખરીદ વેચાણ સંઘ વચ્ચે જંગ

વલભીપુર ખેત ઉત્પાદન બજાર સમિતિની મુદત આગામી માસમાં પૂર્ણ થતી હોય તેને લઇ બજાર સમિતિની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.યાર્ડની ચૂંટણી આગામી તા.9/9/21નાં યોજાશે.આ વખતની ચૂંટણીમાં ખેડૂત વિભાગ,વેપારી વિભાગ અને સહકારી ખરીદ વેચાણ સંઘ વચ્ચે જંગ જામશે. વલભીપુર યાર્ડની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે અને સ્થાપના સમયથી ભા.જ.પ. અને કોંગ્રેસ વચ્ચે સત્તાની ભાગીદારી વહેંચણી થઇ જતી પરંતુ હવે ભા.જ.પે સહકારી ક્ષેત્રે પણ સારૂ કાઠુ કાઢતા તેને કોંગ્રેસની જરૂર રહી ન હોય તેથી આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે આરપારની લડાઇ લડી લેવાના મુડમાં હોય તેમ જણાય છે.

કોંગ્રેસે પણ સહકારી ક્ષેત્રે તો અમારો જન ગજ વાગશે તેવી મહત્વકાંક્ષા સાથે ભા.જ.પ.સામે એકને બદલે બે પેનલ મેદાનમાં ઉતારવાની તૈયારીઓ કરી લીધી છે. પણ જો અને તોની સંભાવના તો રહેલી જ છે. શુ થાય છે તે સમય કહેશે. આ ચૂંટણી માટે ખેડુત વિભાગના કુલ 10 ઉમેદવારો માટે 379 ખેડુત મતદારો છે.

વેપારી મતદાર 53 સામે 4 ઉમેદવારો અને સહકારી ખરીદ વેચાણ મંડળીના 71 મતદારો સામે 2 ઉમેદવારોને ચૂટવાના હોય છે. આ ચૂંટણી પ્રક્રિયાનો તા.28/8 નાં ઉમેદવારી ફોર્મ ભરાશે તા.29/8 ના ચકાસણી થશે અને ઉમેદવારી પત્ર પરત ખેચવાની તા.1/9 નાં રાખેલ છે. મતદાન તા.9/9 નાં અને મતગણતરી તા.10/9 નાં હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...