આવશ્યક સુવિધા:વલભીપુર ખાતે આરોગ્ય કેન્દ્ર 60 પથારીની સુવિધા વાળી કરવી જરૂરી

વલભીપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દરરોજની 150 થી 200 ઓ.પી.ડી.વિભાગમાં સારવાર
  • 10 વર્ષ પૂર્વે છીનવી લેવાયેલ આ સુવિધા હાલમાં આવશ્યક બની

વલભીપુર તાલુકા મથકે આવેલ રેફરલ હોસ્પિટલ(સામૂહિક આરોગ્ય કેન્દ્ર) હાલમાં 30 બેડની સુવિધા ધરાવે છે તેને બદલે વલભીપુર શહેર અને તાલુકાની વસ્તીને ધ્યાને લઇ આરોગ્ય કેન્દ્રમાં 60 બેડ વાળી કરવી અત્યંત જરૂરી છે. શહેર અને તાલુકાનાં તમામ વર્ગો માટે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગનાં દર્દીઓની આરોગ્ય લક્ષી સેવા માટે હાલની આ હોસ્પિટલ સન-1973 ની સાલમાં તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઇ જશભાઇ પટેલે લોકાપર્ણ કરેલ તે સમયે આ હોસ્પિટલમાં સર્જનથી લઇ ગાયનેક, કાન-નાક, આંખ તેમજ ફીઝીશ્યન ડોકટરોની સેવા મળતી હતી.

અને આ સીલસીલો દોઢ દાયકા સુધી ચાલ્યો. અને આ સમયે ઓપરેશન થીયેટરમાં ઓપરેશન પણ થતાં અને 60 બેડની સુવિધા પણ ઉપલબ્ધ હતી. સરકારે બે-ત્રણ ડોકટરોની નિમણુંક કરી ગાડી માંડ માંડ પાટે ચડી ત્યાં રાજકીય અગ્રણીઓનો ડોકટરો સાથે અહમનો ટકરાવ થતાં બદલીઓ કરાવી જે સુવિધા હતી તે પણ છીનવી લીધી ત્યારબાદ બે ત્રણ વર્ષ સુધી ઈન્ચાર્જ ડોકટરોની ગાડુ ગબડે રાખ્યું.

અલબત્ત, છેલ્લાં 3 વર્ષથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોકટરો દ્વારા દર્દીઓને સારી સારવાર આપવા સાથે ગરીબ વર્ગની મહિલાઓને નોર્મલ ડીલીવરી જરૂરીયાત વાળા ર્દદીઓને ઈન્ડોર સારવાર તેમજ દરરોજની 150 થી 200 ઓ.પી.ડી.વિભાગમાં સારવાર આપવામાં આવે છે.

હોસ્પિટલમાં અત્યારની સુવિધા છે તેની અંદર 30 માંથી 60 બેડની સુવિધા વાળી કરવા માટે હાલ હોસ્પિટલની અંદર મળતી સેવાઓ તેમજ રોજની ઓ.પી.ડી.કેસની સંખ્યા ની નોંધ ગાંધીનગર આરોગ્ય વિભાગમાં થતી હોય છે. જેનાં આધારે 60 બેડ વાળી સુવિધા શરૂ કરવી કે કેમ તે અંગેનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવતો હોય છે. તેમ તત્કાલીન અધિક્ષક ડો.સતીષભાઇ શેટાએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...