ચૂંટણીને લઇને અટકળો:ગઢડાના પૂર્વ ધારાસભ્યના ભાજપમાં થયેલા પ્રવેશથી બદલાશે સમીકરણો

વલભીપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને અટકળો
  • હાલની અનામત બેઠક સામાન્ય કરવામાં આવે તો સૌરભભાઇ બની શકે દાવેદાર

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય ગતિવિધી તેજ બની ગઇ છે.દરેક ચૂંટણી વખતે આયારામ ગયારામની મૌસમ આવે તેમ હવે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ મોસમ ફરી ખિલશે.તાજેતરમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારૂનો ભા.જ.પ.માં પ્રવેશથી 106-ગઢડા વિધાનસભાના સમીકરણો બદલાશે.એક અનુમાન મુજબ જો સામાન્ય બેઠક થાય તો આ બેઠક પર પૂર્વ મંત્રી સૌરભભાઇ પટેલની પણ નજર છે.

કોંગ્રેસ પક્ષના તેમજ ગઢડા વિધાનસભા સીટ હેઠળ આવતા વલભીપુર તાલુકાના પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ મારૂનો ભા.જ.પ.પ્રવેશથી આગામી વિધાનસભાની ચુંટણીને લઇ ઘણી અટકળો તેજ બની છે.દલીત સમાજના અગ્રણી પ્રવિણભાઇ મારૂએ તા.14 એપ્રિલે કમલમ ખાતે કેસરીયો ખેસ,ટોપી ધારણ કરતા આગામી વિધાનસભાના ભા.જ.પ.માં થી કોણ આત્મારામભાઇ પરમાર કે પછી પ્રવિણભાઇ મારૂ ? તે અંગે કાર્યકર્તાઓમાં ધમાસણ મચી છે.

બીજી મળતી માહિતી મુજબ 106-ગઢડા સીટ હાલ એસ.સી.(અનામત) છે અને આ બેઠકને સામાન્ય બેઠક જાહેર કરવાની પણ એક વાત ચાલી રહી છે.જો આ બેઠક ચુંટણી પંચ દ્વારા જનરલ કરવામાં આવે તો આ વિસ્તારનાં પૂર્વ ધારાસભ્ય સૌરભભાઇ પટેલ દ્વારા આ બેઠકની ટીકીટ માટે દાવેદાર થઇ શકે તેમ પણ ભા.જ.પ.સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...