હાલાકી:વલભીપુરની બેન્કોના નિર્ણયથી ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો

વલભીપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહક સુવિધા પૂર્વ-પશ્ચિમ દિશામાં હોય મુશ્કેલી
  • એસબીઆઇ અને બીઓબી શાખા દ્વારા ગ્રાહક સેવા કેન્દ્રો છેક ગામના છેવાડે કાર્યરત કરાયા

વલભીપુર એસ.બી.આઇ. અને બેંક ઓફ બરોડાની ગ્રાહક સેવા કેન્દ્ર શહેર મધ્યે શરૂ કરવા માંગ ઉઠવા પામી છે કારણ કે હાલ આ બન્ને બેંકોની ગ્રાહક સુવિધા પૂર્વ-પશ્ચિમ દિશામાં હોય ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે.વલભીપુર શહેરમાં આવેલ બેંક ઓફ ઈન્ડીયા અને બેંક ઓફ બરોડા દ્વારા ગ્રાહક સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે અને બન્ને સેવાકેન્દ્ર વિપરીત દિશાઓમાં હોય શહેરીજનોને મુશ્કેલી વેઠવી પડે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા વર્ષોથી દરબારગઢના ભાડાના મકાનમાં કાર્યરત છે અને હાલ શહેરની છેવાડાની નજીકના વિસ્તારમાં આવેલી છે.

આ બેંક દ્વારા થોડા સમય પૂર્વે મેઇન બજારમાં શુકલ શેરીના નાકા પર રૂપીયા પચ્ચીસ હજારની મર્યાદામાં લેવડ દેવડ માટે ગ્રાહક સેવા કેન્દ્ર ખોલવામાં આવેલ જેથી ગામડાઓમાંથી આવતા અને શહેર મધ્યે રહેતા બેંક ગ્રાહકોને સુવિધા રહેતી કારણ કે બેંક સુધી જવું પડતું નહીં પરંતું શાખા વહીવટી અધિકારી દ્વારા આ સેવા કેન્દ્ર છેક ગામના છેવાડે લઇ કાર્યરત કરાવવામા આવતા મુશ્કેલી વધી છે.

આ પ્રકારની જ અસુવિધા વધે તેવો નિર્ણય બેંક ઓફ બરોડા શાખા દ્વારા લેવામાં આવ્યો આ બેંક શહેરની મધ્યમાં મેઇન બજારમાં કાર્યરત હતી તેને હાઇવે ઉપર લઇ જવામાં આવી તે તો ઠીક સાથો સાથ બેંક ગ્રાહક સુવિધા કેન્દ્ર શહેર મધ્યે શરૂ કરવાને બદલે બેંક શાખાની સામે જ સેવા કેન્દ્ર ખોલવાની પરવાનગી આપી તે કેવું અવિચારી પગલુ કહેવાય.જો આ બન્ને બેંકો દ્વારા કમેસેકમ સેવા કેન્દ્ર પણ શહેર મધ્યે શરૂ કરવામાં આવે તો નાની રકમની લેવડ દેવડ કરતા ગ્રાહકો વધુ હોય તેવાઓને ખુબજ સરળતા સાથે સાચી સેવા મળી રહે તેવી આ બન્ને બેંકોના ગ્રાહકોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...