વલભીપુરની ગંભિરસિંહજી હાઇસ્કુલનું શિક્ષણ સ્તર એકદમ કથળતુ જતું હોય વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઘેરી ચિંતાનો વિષય બન્યો છે. વલભીપુર ખાતે આવેલ આ હાઈસ્કુલનું શિક્ષણ એકદમ કથળતુ હોવાથી વલભીપુરાના પૂર્વ ધારાસભ્ય સૌરભભાઇ પટેલ જયારે ઉર્જા-પેટ્રોલીયમ મંત્રી હતાં ત્યારે સન-2009-10 ની સાલમાં તેમના હસ્તકના પેટ્રોલય-ગેસ હસ્તકનું ગુજરાત રાજય પેટ્રોલીયમ કોર્પોરેશન ના જીએસપીસી ટ્રસ્ટ હેઠળ આ શૈક્ષણિક સંસ્થાનું સુકાન સોંપવામાં આવેલ છે
પ્રારંભીક તબક્કામાં તમામ પાસાઓમાં જોરદાર પરીણામ આપ્યું સમયાંતરે આ સંસ્થાનું માળખુ અને શિક્ષણ અને બિલ્ડીંગ બન્ને ર્જજરીત થવા લાગ્યું છે. પોપડાઓ પડવાની શરૂઆત થઇ ગઇ છે.
હાઇસ્કુલમાં સુવિધાઓ ઘટતી ગઇ
ટોઇલેટ ઉપરના છાપરાઓ ઉડી ગયા છે.પીવાના પાણીની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓ અહિં તહીં ભટકે છે. મેદાનમાં ગ્રીન ગ્રાસ લોન હતી તે વેરાન બની ગયું છે. પર્યાવરણ માટે વૃક્ષો પાછળ ખાસ્સો ખર્ચ કરવામાં આવેલ તે એળે ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.