ભાવનગર-અમદાવાદ રાજયધોરી માર્ગ-36 ની હાલત વલભીપુર થી પાણવી સુધી અને તેના થી પણ આગળનાં ભાગે એકદમ ભંગાર બિસ્માર બની ગયો છે.ચોમાસા પહેલા જો રીપેર કરવામાં નહીં આવે તો વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.
વલભીપુર- ભાવનગર-અમરેલી-અમદાવાદ તરફથી આવતા જતાં વાહનો માટે વલભીપુર ઘેલો નદીના પુલથી અમરેલી-અમદાવાદ હાઇવે પણ જોડાતો હોવાથી અમરેલી તરફના જતા આવતા વાહનો પણ આ હાઇવેનો ઉપયોગ કરતા હોવાથી વલભીપુર થી આ હાઇવેનો ઉપયોગ ડબલ કરતા વધુ સંખ્યામાં થતો હોય આ હાઇવેને તાકીદે કામચલાઉ ધોરણે અમુક મર્યાદીત જગ્યાએ સમારકામ કરવામાં આવ્યુ છે બાકીનો ભાગ જેમનો તેમ રાખવામાં આવેલ છે.
આ હાઇવે પર હાલમાં નાના-મોટા નદી નાળાના પુલ કોઝવેને પહોળા કરવાની કામગીરી છેલ્લાં અઢી વર્ષથી ચાલતી હોય તેના કારણે હાઇવે વધુ તુટી જવાથી રસ્તો વધુ ખાડા ખડીયાવાળો થઇ જતાં વાહન ચાલકો તોબા પોકારી ગયા છે. ઈમરજન્સી કેસોમાં 108 એમ્બ્યુલન્સને પણ હાડમારી રસ્તાના કારણે પડે છે. હંગામી ધોરણે પણ મોટા ખાડાઓ પર ડામર કપચીનું કામ હાથ ધરે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.