દુર્ઘટના:પાટણા-મુળધરાઈ વચ્ચે અકસ્માતમાં શિક્ષકનું મોત

વલભીપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાણવી ગામે લગ્ન પ્રસંગેથી પરત ફરી રહ્યાં હતા
  • પતિ-પત્નિ​​​​​​​ બાઇક પર ઘરે આવી રહ્યાં હતા ત્યારે કારે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો

ભાવનગર-અમદાવાદ હાઇવે પર સાંજના સમયે બાઈક અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં વલભીપુર તાલુકાના નવાગામ ગાયકવાડી ગામે રહેતા દંપત્તિને ઈજા પહોંચી હતી. જેમાં શિક્ષક પતિનું મોત થયું હતું. આજે બપોરના ત્રણ થી સાડા ત્રણ કલાકે પાણવી ગામે લગ્ન પ્રસંગ પતાવીને મોટર સાયકલ નં. જી.જે.04 બી.જી.5561 લઇને નવાગામ ગાયકવાડી પોતના ઘરે પરત ફરી રહેલા દંપતીને કાર નં. જી.જે.27 સી.એફ. 2722ના ચાલકે ટલ્લો મારતા બાઈક ચલાવી રહેલા શિક્ષક અરૂણભારતી શંભુભારતી ગૌસ્વામીનું ઘટના સ્થળે મોત થયું હતું.

જ્યારે જયારે વલભીપુરમાં સંકલીત બાળ વિકાસ યોજનામાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા તેમના પત્નિ અનિલાબેન ગૌસ્વામીને ઈજાઓ પહોંચતા તેઓ ઇમરજન્સી 108 મારફત હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવ સંર્દભે મૃતકના પુત્ર જયભાઇ અરૂણભાઇ ગૌસ્વામીએ જીજે-27-સીએફ-2722ના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા વલભીપુર પોલીસે કાર નં. જી.જે.27 સી.એફ. 2722ના ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...