વલભીપુર શહેર નગરપાલીકા હદ વિસ્તારમાં આવતા કોટ તેમજ પ્લોટ એરીયાની અંદર જાહેર રસ્તાઓ ઉપર તેમજ પાલીકાની જગ્યાની અંદર દબાણો હોવાની વ્યાપક ફરીયાદો છે. શાસકો આવા ગેરકાયદેસર દબાણો દુર કરવાની વાત એક બાજુ રહી પણ દબાણો અંગે દલા તરવાડી જેવી નિતીનાં કારણે જેની લાઠી તેની ભેંસ ઉકતીની જેમ જેની તાકાત હોય તે પ્રકારે સરકારી જમની ઉપર દબાણ, જાહેર રસ્તા ઉપર દબાણ કરવાની છુટ છે.
નગરપાલીકાની સ્થાપના બાદ ગેરકાયદેસર દબાણ દુર કરેલ હોય તેવો દાખલો આજ દિન સુધી બેસાડેલ નથી. પાંચ વર્ષ પૂર્વે એક વખત ફુલવાડી વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર ગેર કાયદેસર રીતે કરવામાં આવેલ દબાણ દુર કરવા માટે તંત્ર પોલીસ કાફલા સાથે જે.સી.બી. લઇ ને ગયેલ પરંતુ તંત્ર લીલા તોરણે પરત આવ્યું હતું. શહેરમાં ખોડીયારનગર, સીતારામ નગર,મફત નગર વિસ્તારોમાં દબાણ અંગેની અરજીઓ આવેલ છે પરંતુ તંત્ર લાચાર છે?
દબાણ બાબતે કેટલાક કેસ કોર્ટમાં પેન્ડીંગ છે
પાલીકાની માલિકીની જગ્યા ઉપર કોઇ દબાણ નથી અને જાહેર રસ્તા ઉપર થયેલ દબાણ અંગેની બે અરજીઓ આવેલી છે અને દબાણ બાબતે બે-ત્રણ કેસ કોર્ટમાં પેન્ડીંગ છે. બાંધકામ કરવા અંગેની અરજીઓ કરવા શહેરજનો કોઇ તસ્દી લેતા જ નથી. - હાર્દિકભાઇ પારેખ, સીટી સવીલ ઈજનેર,વલભીપુર નગર પાલીકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.