તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આશ્ચર્ય:સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે જ રેપીડ ટેસ્ટ બંધ કરાતા આશ્ચર્ય

વલભીપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચૂંટણીલક્ષી કાર્ય માટે લોકો એકત્રીત થઇ રહ્યાં છે
 • વલભીપુરમાં મામલતદાર કચેરી તેમજ બસ સ્ટેશન પર રેપીડ ટેસ્ટ બુથનો સંકેલો કરી લીધો

આગમી દિવસોમાં યોજાનાર વલભીપુરમાં જિલ્લા અને તાલુકા પંચાયત સાથે નગરપાલીકાની ચુંટણીના માહોલ વચ્ચે કોરોના વાઇરસના રેપીડ ટેસ્ટ બુથ બંધ કરાતા આશ્ચર્ય સર્જાયું છે. ટેસ્ટ જ નથી થતા તો કોરોના રોગચાળા કાબુમાં છે તે કંઈ રીતે કહી શકાય.

વલભીપુર શહેરમાં નગરપાલીકાની અને તાલુકાના ગ્રામ્ય પંથકમાં જિલ્લા-તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણીને લઇ જાહેર સ્થળોએ તેમજ ચુંટણીલક્ષી કાર્ય માટે સરકારી કચેરીઓમાં લોકો સારા પ્રમાણ એકત્રીત થઇ રહ્યાં છે. ત્યારે એકાએક વલભીપુર આરોગ્ય તંત્ર દ્વારા અત્રેની મામલતદાર કચેરી તેમજ બસ સ્ટેશનમાં ચાલતા રેપીડ ટેસ્ટ બુથનો સંકેલો કરી લીધેલ છે અને તે પણ એવા સમયે કે નગરપાલીકા અને પંચાયતની ચુંટણીઓ જાહેર થઇ છે અને ચુંટણીની કામગીરી માટે લોકો મતદાર યાદી, મતદાર યાદીમાં નામ અંગેની ખરાઇ, ચુંટણી લડવા માટે ઈચ્છુક ઉમેદવારો સોગંદનામા માટે જરૂરી સ્ટેમ્પ પેપર ખરીદવા મોટા પ્રમાણમાં મામલતદાર કચેરી ખાતે આવે છે. કોરોના હજુ ગયો નથી તેમ છતા હાલ કેસોની સંખ્યામાં નોંધ પાત્ર ઘટાડો સરકારી આંકડા મુજબ જણાય રહ્યો છે.

આ આંકડા સામે એક મોટો પ્રશ્નાર્થ એ બાબત નો ઉભો થયો છે કે, હાલમાં વલભીપુરમાં બે-ત્રણ સ્થળોએ કોરોના રેપીડ ટેસ્ટ ચાલતા હતાં તે છેલ્લાં અઠવાડીયા કરતા વધુ સમયથી બંધ કરી દેવામાં આવેલ છે. ચુંટણી જાહેર થયા પહેલા મામલતદાર કચેરી ખાતે કામ સબબ આવતા તમામ અરજદારો ને પ્રથમ રેપીડ ટેસ્ટ કરાવવા માટે જણાવામાં આવતું હતું. જે હાલ કોરોના જેવું કશુ હોય નહી તે રીતે સાવ બિન્દાસ પણે લોકો માસ્ક વગર હરેફરે છે તેમજ આરોગ્ય વિભાગ બેદરકાર હોય તેમ જણાય છે.ચુંટણીનાં પરીણામો પછી કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો