વલભીપુરના બારપરા વિસ્તારમાં એકજ દિવસે પરણીત પુરૂષ અને અપરણીત યુવાન યુવતીએ ગળાફાંસો ખાય જીવન ટુંકાવતા ચકચાર મચી છે. આ અંગે મળતી વિગત અનુસાર બારપરા વિસ્તારમાં રહેતી યુવતી માયાબેન બુધાભાઇ મેર (ઉ.વ.23) આજરોજ સવારના 8 વાગ્યા પહેલાના સમયગાળા દરમિયાન પોતના ઘરે ગળા ફાંસો ખાઇને મોતને વ્હાલુ કરી લીધેલ અને મરણ જનાર માયાબેન મગજ અસ્થિર હોવાના કારણે તેણી આવું પગલું ભરી લીધેલ છે તેમ તેના ભાઇ નિલેશભાઇ બુધાભાઇ મેર દ્વારા પોલીસ સ્ટેશન જાહેર કરેલ છે.
જ્યારે બીજી તરફ આજ વિસ્તારમાં વલભીપુર જી.આર.ડી. જવાન તરીકે ફરજ બજાવતા પ્રતાપભાઇ પ્રેમજીભાઇ રાઠોડ (ઉ.વ. 28) બપોર 4 વાગ્યા આસપાસ પોતાના ઘરે અગમ્યકારણોસર ગાળો ફાંસો ખાઇને મોતને વ્હાલુ કરી લીધું હતું ત્યારે હવે આ બંન્નેના મોતનું કોઈ કનેક્શન છે કે નહી તેની તપાસ પોલીસ કરી રહી છે. આ બન્ને મરણ પામનારના પાડોશમાં જ રહેતા હતા ત્યારે બંન્નેના મોત અંગે ભવિષ્યમાં કોઈ કનેક્શન મળે તેવું અનુમાન લગાવી શકાય તેમ જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.