તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:વલભીપુરમાં તાલુકા સેવા સદનની જગ્યા માટે કલેકટરને રજુઆત, તાલુકા સેવા સદન બનાવવા જગ્યાની શોધખોળ શરૂ છે

વલભીપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીવાળી જગ્યા પર બનાવાય તો દરેકને સરળતા રહે

વલભીપુર તાલુકા સેવા સદનનું નવું મકાન બનાવવા માટે હાલ સરકાર દ્વારા નવી જગ્યાની શોધખોળ શરૂ છે. પરંતુ હાલ જે સ્થળે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી કાર્યરત છે તે જગ્યા જ ખુબ મોટા ક્ષેત્રફળ ધરાવતી હોય અન્યત્ર સ્થળને બદલે આ બન્ને કચેરી પૈકી એક કચેરીની જગ્યા પસંદ કરી તે સ્થળે તાલુકા સેવા સદન બનાવા માટે રજુઆત કરવામાં આવી છે.

સરકાર દ્વારા દરેક તાલુકા મથકે સરકારની મોટાભાગની કચેરીઓનો એક જ સ્થળે સમાવેશ કરવા સાથે અદ્તન સુવિધાઓ સાથેનું તાલુકા સેવા સદન બનાવા માટે હાલ વલભીપુર ખાતે સરકારી જમીન અંગે વિચારણા ચાલી રહી છે તે પૈકી એક છે હેલીપેડવાળી અને બીજી જગ્યા છે કલ્યાણપુર રોડ પર પી.જી.વી.સી.એલ.166 કે.વી. નજીક આવેલી છે. હાલ આ બે સ્થળો અંગેની સંભાવના પ્રબળ હોવાનું છે.

હાલ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી બન્ને અલગ અલગ જગ્યા પર કાર્યરત છે. અને તેમાં મામલતદાર કચેરીની આશરે 2 હજાર ચો.વાર અને તાલુકા પંચાયત કચેરીની આશરે 2500 ચો.વાર જેટલી જગ્યા ધરાવે છે. જો આ બન્ને પૈકી કચેરીની જગ્યા પર જ નવું સેવા સદન બનાવામાં આવે તો કામ માટે આવતા અરજદારનો સાનુકુળ રહે તેમ છે.

આ સિવાય બીજા કોઇપણ સ્થળની પસંદગી થશે તો અંદાજે શહેર થી 2 થી 3 કિ.મી.દુર હશે જેથી સીનીયર સીટીઝન,મહિલાઓ તેમજ વિકલાંગ લોકોને મુશ્કેલ થઇ પડશે. તેથી શહેરનાં વરિષ્ઠ નાગરીકો દ્વારા ભાવનગર કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

સ્થળ અંગે હજુ આખરી નિર્ણય લેવાયો નથી
મહેસુલ વિભાગ દ્વારા તાલુકા સેવા સદન માટે હજુ કોઇ ફાઇનલ સ્થળ બાબતે નિર્ણય લીધેલ નથી માટે હાલ સેવાસદનનું કામ કયારે શરૂ થશે તે કહી શકાય નહીં .- આકાશભાઇ ડાભી, સેકશન ઓફીસર,પી.ડબ્લયુ.ડી.વલભીપુર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો