તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:વલભીપુર સરકારી કોલેજની ગ્રાન્ટ પરત મેળવવા રજુઆત

વલભીપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા જાગૃતિ દાખવાઇ
  • જવાબદાર તંત્રની બેદરકારી અને સ્થાનિક કક્ષાની નબળી નેતાગીરીના કારણે ગ્રાન્ટ પરત ગઇ

વલભીપુર સરકારી વિનિયન કોલેજના નવા બિલ્ડીંગ માટે ફાળવવામાં આવેલ કરોડો રૂપીયાની ગ્રાન્ટ સરકારમાં પરત જતી રહેતા આ ગ્રાન્ટને ફરી મંજુરી આપવા માટે છાત્ર યુવા સંર્ઘષ સમિતિએ સરકારમાં રજુઆત કરી છે.વલભીપુર સરકારી કોલેજ વર્ષોથી કાર્યરત છે તેમ છતાં કોલેજના વિદ્યાર્થીઓને હાઈસ્કુલના કંપાઉન્ડમાં છાપરા નિચે બેસીએ અભ્યાસ કરી રહ્યાં છે. નવી કોલેજના મકાન માટે સરકાર દ્વારા માતબર રકમની ગ્રાન્ટ ફાળવણી કરી હોવા છતાં જવાબદાર તંત્રની બેદકારી અને સ્થાનીક કક્ષાની નબળી નેતાગીરીના કારણે ગ્રાન્ટ પરત થઇ છે.

જો આગામી ટુંકા સમયગાળામાં ગ્રાન્ટની રકમ પરત સાથે નવા મકાનનું કામ શરૂ નહીં કરવામાં આવેતો છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી લેખીત રજુઆત પ્રમુખ દિવ્યરાજસિંહ ગોહિલ દ્વારા રાજયપાલ અને શિક્ષણ મંત્રી સાથે સંબધીત તંત્રને કરી છે. આમ નબળી નેતાગીરીને કારણે કોલેજ માટે મળેલી ગ્રાંટ પરત ફરી છે.

અન્ય સમાચારો પણ છે...