તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:વલભીપુરમાં હાઇવે પર સ્પીડ બ્રેકર મુકવા નગરજનોની પ્રબળ માંગણી

વલભીપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઇવે નજીક શાળા, કોલેજ, ધાર્મિક સ્થળો આવેલા હોય
  • જકાત નાકા, આરામ ગૃહ અને હર્ષ વિલા પાસે બમ્પ મુકવાનું આવશ્યક બની ગયું છે

વલભીપુરમાંથી પસાર થતા ભાવનગર-અમદાવાદ હાઇવે ઉપર શાળા કોલેજ અને ધાર્મિક સ્થળો આવેલા હોય જેના કારણે વાહન અકસ્માત ન થાય તે માટે બમ્પહેડ મુકવાની પ્રબળ માંગ ઉઠી છે. હાઇવેના નવીનીકરણ બાદ ન્યાય મંદિરથી અમલવીલા સુધી 1 કિ.મી. જેટલો હાઇવે સી.સી.બનાવામાં આવ્યા પછી શહેરી વિસ્તાર હોવા છતાં વાહન ચાલકો બેફામ પુરપાટ ઝડપે વાહન ચલાવતા હોય તેના કારણે નાના મોટા અકસ્માતો રોજની ઘટના બની ગઇ છે.

હવે જયારે હાઇવે પર આવેલી શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થઇ ચુકયું છે અને થોડા દિવસો પછી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થશે અને બુધ્ધેશ્વર મહાદેવ અને સિધ્ધેશ્વર મહાદેવના મંદિરો પણ હાઇવે પર આવેલા હોય શ્રધ્ધાળુઓનો ધસારો પણ રહેશે ત્યારે સબંધીત તંત્ર દ્વારા કોઇ જીવલેણ અકસ્માત સર્જાય તે પૂર્વે જકાત નાકા, આરામ ગૃહ અને હર્ષ વિલા પાસે બમ્પ બનાવવા અતિ આવશ્યક બની ગયું છે.

શહેરીજનોએ તંત્રને એવી પણ રજુઆત કરેલ છે જે ગામમાંથી હાઇવે પસાર થાય છે તે તમામ ગામે ગામ નજીક વિસ્તારમાં બમ્પ મુકવામાં આવેલા છે તો વલભીપુરમાં કેમ મુકવામાં આવતા નથી ? આ અંગે ભરતભાઈ કાંમ્બડ દ્વારા માર્ગ-મકાન વિભાગને રજુઆત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...