વલભીપુર તાલુકાની જનતા તાલુકા મથકે એસ.ટી.બસ ડેપોની સુવિધા ઝંખી રહી છે.ભાવનગર ડેપોની 40 કિ.મી.ની ત્રિજયામાં એક પણ ડેપો નથી. રાજય પરીવહન નિગમના ભાવનગર એસ.ટી.ડીવીઝન તાબા હેઠળ કુલ 6 એસ.ટી.ડેપો આવેલા છે અને આ 6 ડેપોની ગણતરી કરતા ખુદ ભાવનગર,તળાજા,મહુવા,પાલીતાણા,ગારીયાધાર અને બરવાળા ડેપોનો ભાવનગર ડીવીઝન નિચે સમાવેશ થાય છે.
અને નિયમ મુજબ એક ડેપોની 30 કિ.મી.ની ત્રિજયામાં એક ડેપો હોવો જોઇએ કારણ કે તેનાથી બસોનું સંચાલન સારી રીતે થઇ શકે અને બ્રેક ડાઉન તેમજ અન્ય ઈમરજન્સી જરૂરીયાત સમયે જો નજીકમાં ડેપો હોય તો તત્કાલ રીતે તમામ સુવિધાઓ પુરી પાડી શકાય.
ડેપો બનાવવામાં જગ્યાનો પ્રશ્ન નથી
વલભીપુર તાલુકાનાં લોકોની વર્ષો જુની માંગણી છે તેવા સંજોગોમાં વલભીપુર તાલુકા મથકે એસ.ટી.બસ ડેપોનું નિર્માણ થઇ શકે તેમ છે કારણ કે હાલનાં વલભીપુર ખાતે આવેલ એસ.ટી. બસ પોઈન્ટ સ્ટેશનની બાજુમાં વિશાળ જગ્યા ઉપલબ્ધ છે વળી પાછી આ જમીન પણ એસ.ટી.ની માલિકીની હોવાથી બીજો પ્રશ્ન ઉભો થાય તેમ નથી. તેથી જો સંબંધીત તંત્ર દ્વારા આ દિશામાં સકારાત્મક રીતે વિચાર કરવામાં આવેતો આ કાર્ય થઇ શકે તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.