વલભીપુરની મેઇન બજારમાં બેંક ઓફ બરોડા તરીકે ઓળખાતી આ જગ્યા પર બાંધવામાં આવેલ શોપી઼ગ સેન્ટરના બાબતે કાયદાકીય ગુંચ ઉભી થતાં આ શોપીંગ સેન્ટરની કાયદેસરતા સામે વધુ એક ગુંચવાડો ઉભો થયો છે. આ સ્થળે માધવરાય બિલ્ડીર્સના ચિરાગ દેવાણી દ્વારા નગરપાલીકાની કોઇપણ જાતની મંજુરી વગર શોપીંગ સેન્ટર ઉભુ કરી દેવામાં આવતા તેની કાયદેસરતા સામે વલભીપુરના પ્રિન્સીપાલ સીવીલ જજની કોર્ટમાં જાગૃત નાગરીકો દ્વારા સ્પે.દિવાની કેસ નં.117/21 થી દાવો ચાલી રહ્યો છે.
તેવામાં આ શોપીંગ સેન્ટરવાળી જગ્યાના મુળ માલિક ચંદ્રશંકર શુકલના વારસદારોના નામ છુપાવીને દેવાણી ચીરાગભાઇએ સીટી સર્વેમાં વારસાઇ નોંધ માટે અરજી કરેલ જે અન્વયે ચતુરસિંહ ગોહિલે વાંધો રજુ કરેલ હતો. આ વાંધા અરજી સાથે રજુ થયેલ આધાર પુરાવાને ધ્યાને લઇ નાયબ નિયામક જમીન દફતર ભાવનગર વિભાગના ડી.બી.આર્ય દ્વારા વારસાઇ એન્ટ્રી નામંજુર કરતો હુકમ કરતા આ શોપીંગ સેન્ટર વધુ એક વિવાદમાં આવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.