પોલીસ મથકો સુવિધા વિહોણા:વલભીપુરના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો પોલીસ ચોકી વગરના

વલભીપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં પોલીસ સ્ટેશન પડીને પાદર થયા
  • રતનપુર(ગા) અને મેલાણા આઉટ પોસ્ટ પોલીસ મથકો સુવિધા વિહોણા

વલભીપુર તાલુકાના કુલ-55 ગામડાઓની સુરક્ષા માટે વલભીપુર તાલુકાના રતનપુર(ગાયકવાડી) અને મેલાણા ગામે આઉટ પોલીસ સ્ટેશન છે પરંતુ વલભીપુર તાલુકા મથકેથી પૂર્વ અને પશ્ચિમ દિશા તરફના આ બન્ને આઉટ પોસ્ટ મથકોએ સુવિધા નથી. રતનપુર(ગા) આઉટ પોલીસ સ્ટેશન હેઠળ કુલ 32 ગામડાઓ આવે છે. જયારે મેલાણા આઉટ પોસ્ટ હેઠળ 22 ગામડાઓ આવરી લેવામા આવેલ છે અને આ બન્ને આઉટ પોસ્ટ હેઠળ આજથી એક દશકા પૂર્વે પોલીસ સ્ટેશન સાથે પોલીસ કર્મીઓ માટે રહેણાંકની સુવિધા પણ હતી.એક દશકા કરતા વધુ સમયથી જર્જરીત થયેલા પોલીસ સ્ટેશન અને આવાસ નવા બનાવા માટે પોલીસ આવાસ નિગમ દ્વારા નવા બનાવવાની વાત હતી અને દરખાસ્ત પણ કરવામાં આવી હતી. પરંતુ આજની ઘડી ને કાલનો દિ જેમ આ સૂચિત દરખાસ્ત અભરાઇ ઉપર ચડી ગઇ છે.

કામગીરી વલભીપુર પોલીસ મથકેથી કરવી પડે છે
આ બન્ને આઉટ પોલીસ સ્ટેશન હોવાથી પોલીસને તમામ કામગીરી વલભીપુર પોલીસ મથકેથી કરવા મજબુર છે આ કારણે આ બન્ને આઉટ પોસ્ટ હેઠળ આવતા 54 ગામડાઓના લોકોને પોલીસ સ્ટેન સબંધેના કામ સબબ વલભીપુર આવવું ફરજીયાત થઇ પડે છે અને ઘણીવાર ગામડાઓમાં ગુન્હા અંગેની કાર્યવાહી હાથ ધરવા માટે વલભીપુર થી ગામડાઓ પહોંચવામાં સમય લાગે છે.

અન્ય સમાચારો પણ છે...