મતમતાંતર:વલ્લભીપુરના કર્મીઓના પ્રશ્ને શાસક પક્ષના સભ્યોમાં તડા

વલ્લભીપુર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના સભ્યોમાં જુદા જુદા મતમતાંતર

વલ્લભીપુર પાલિકાના કર્મચારીઓનું ઉપવાસ આંદોલન પાંચમા દિવસે પણ યથાવત છે. અને શાસક ભાજપના જ સભ્યો વચ્ચે વૈચારિક ભેદભાવ ઉભા થતાં જુથવાદ ઉભો થયો છે અને તેને કારણે આંદોલન વધુ ગુંચવાયું છે. વલભીપુરના કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા બાદ ઉપવાસ ઉપર ઉતરેલા કર્મચારીઓનુ આંદોલન છઠ્ઠા દિવસમાં પ્રવેશ કર્યો છે.

છુટા કરાયેલ કર્મચારીઓને ફરજ ઉપર પરત લેવા કે કેમ? તે બાબતે ખુદ શાસક પક્ષ ભા.જ.પ.ના નગરસેવકો અને સંગઠનના હોદેદારોમાં પણ આ કર્મચારીઓની તરફેણ અને વિરૂધ્ધમાં મતમંતારો ઉભા થતા મામલો ગુંચવાતો હોય તેમ જણાય છે.

સંગઠનના પૂર્વ અને વર્તમાન હોદ્દેદારો દ્વારા તેમજ નગરસેવકો દ્વારા તમામને પરત લેવાનો આગ્રહ કરી રહ્યાં છે. જયારે મોટા ભાગના નગર સેવકો અને વર્તમાન સંગઠનના કાર્યક્રરો દ્વારા કંગાળ હાલત ધરાવતી કચેરી ઉપર શા માટે વધુ આર્થિક બેાજ લાદવો જોઇએ તેવા મંતવ્ય સાથે સમગ્ર મામલો જિલ્લા સંગઠન સમક્ષ રજુ થયો હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...