નબળી કામગીરી:પાટણા થી રાજગઢ રોડ માત્ર 2 વર્ષમાં જ ઠેકાણે થયો : લાખો રૂપિયાનું આંધણ

પાટણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલ્લભીપુર તાલુકાના પાટણા (ભાલ) થી રાજગઢ જતો રોડ બે વર્ષ પહેલાં પહોળો કરી રિકાર્પેટ કરવામાં આવ્યો હતો. માત્ર એક જ ચોમાસામાં આ રોડમાં નબળી કામગીરી થઈ હોય તેવું સ્પષ્ટ જણાય છે. અનેક જગ્યાએથી ડામર ઉખડીને ખાડા પડવા લાગ્યા છે આ બાબતે રોડની ગુણવત્તાની તપાસ અને રીપેરીંગ કરવાની ફરિયાદ કરતા તંત્ર તરફથી જણાવાયુ હતું કે આ રોડ ગેરેન્ટી પિરિયડમાં છે હાલ આ રોડને રીપેરીંગ કરવાની આવશ્યકતા લાગતી નથી એવું જણાવી તંત્રએ બચાવ કર્યો હતો.

ચોમાસા બાદ આ રોડ વધુ ખરાબ થઈ ગયો છે, ઠેર ઠેર ખાડા પડી ગયા છે, ઘણી જગ્યાએ રોડ ની અડધી પટ્ટીમાં મોટી કડ પડી ગઈ છે. નાળા અને ડિપ પર ખાડા પડી ગયા છે. રાજગઢ થી વેળાવદર થઈને અધેળાઇ તરફ જતો રોડ અંદાજે સાત વર્ષ પહેલાં બનેલો છે તેની સ્થિતિ હજુ ઘણી સારી છે અને પાટણા થી રાજગઢ જતા રોડને માત્ર બે વર્ષમાં જ ખરાબ હાલત થઈ ગઈ છે.મોટા ખર્ચા સાથે બનેલા રોડની માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં આવી હાલત જોઈ પ્રજાના પૈસાનો વેડફાટ કરવામાં આવ્યો છે એવું લાગે છે. તંત્ર આ બાબતે રોડના કામની તપાસ કરી રીપેરીંગ કરાવે એવી માંગ સાથે માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર ખાતે રજુઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...