શકયતા:ઉત્તરાયણ બાદ વલભીપુર ભાજપ સંગઠનમાં ફેરબદલની સંભાવના

વલભીપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ શહેર પ્રમુખનુ સસ્પેન્શન પરત ખેંચાવાની વકી

વલભીપુર શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન ક્ષેત્રે હોદ્દેદારોની ફેરબદલ થવાની પ્રબળ સંભાવના વર્તાઇ રહી છે.બે મહિના પહેલા વલભીપુર શહેર ભાજપ પ્રમુખને હોદા પરથી દુર કરાયા બાદ હવે તેનું સસ્પેન્શન પરત ખેંચાવાની પણ પ્રબળ શકયતા વર્તાઇ રહી છે.

આજથી બે માસ પૂર્વે શહેર ભા.જ.પ. પ્રમુખ નિતીનભાઇ ગુજરાતીને પ્રદેશ પ્રમુખ દ્વારા માર્કેટીંગ યાર્ડના ચેરમેન મુદ્દે કરેલ પક્ષના મેન્ડેટ અનાદર મામલે પક્ષમાંથી બરતફર કરવામાં આવેલ છે તેમજ ગત માસે શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી નાસી ગયેલ સગીરાઓના પ્રકરણ મામલે ફરીયાદ દાખલ કરવામાં ગ્રામ્ય હોદેદાર દ્વારા પોલીસ સ્ટેશનમાં કરેલ દખલગીરીની પક્ષ દ્વારા ગંભિર નોંધ લેવામાં આવી છે જેને લઇ આ હોદ્દેદારોને પણ પોતાના હોદા પરથી રાજીનામુ આપવાની અથવા તો બરતરફ કરવાની સંભાવના છે. શહેર ભા.જ.પ.નાં વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ સસ્પેન્ડ કરાયેલ પૂર્વ શહેર પ્રમુખ નિતીનભાઇ ગુજરાતીની ઘર વાપસીનો તખ્તો ગોઠવાઇ ગયો છે

અન્ય સમાચારો પણ છે...