તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:વલભીપુર આરોગ્ય કેન્દ્રમાં સેવા ખોડંગાતા દર્દીઓ મુશ્કેલીમાં, 3 ડોકટરની જગ્યાએ બે ડોકટર એમાં પણ એક રજા પર

વલભીપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાં આંખના ડોકટર નથી, એક્ષરે ટેકનિશિયનનો અભાવ, લેબોરેટરી આસિ.ની પણ ખાલી પડેલી જગ્યા

વલભીપુર શહેર અને તાલુકાનાં લોકો આરોગ્ય સુખાકારી માટે તાલુકા મથકે આવેલ સામૂહિક આરોગ્ય સેવા કેન્દ્રનો લોકો બહોળા પ્રમાણમાં લાભ લેતા હોય છે પરંતું હાલમાં આંખ વિભાગના ડોકટરની અન્યત્ર બદલી કરવામાં આવતા લોકો માટે આંખ વિભાગની સેવા છીનવાઇ ગઇ છે.જયારે એક્ષરે વિભાગનાં ટેકનીશયન વય મર્યાદાનાં કારણે નિવૃત થયા બાદ તેની જગ્યાએ અન્ય કોઇ ટેકનીશયન નહીં મુકવામાં આવતા દર્દીઓની મુશ્કેલી વધી જવા પામી છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલમાં માત્ર બે એમ.બી.બી.એસ.ડોકટરોથી ગાડુ ચાલી રહ્યું છે.

આ બન્ને ડોકટરો પર સમગ્ર હોસ્પિટલનો ભાર આવી પડવા સાથે આંખ વિભાગમાં બહુ મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લેતા અને ડોકટરની સેવા પણ સારી હોવાથી ગરીબ પરીવારનાં આંખના ર્દીદઓ માટે આર્શીવાદ સમાન આંખ વિભાગ હતો રોજના અંદાજે 25 થી 30 દર્દીઓ લાભ લેતા હતાં તે સુવિધા પણ આરોગ્ય વિભાગે છીનવી લીધી છે. તો એક્ષ્રરે વિભાગ વર્ષો થી કાર્યરત છે.

અને ટેકનીશયન પણ વર્ષો સુધી હોસ્પિટલ ખાતે સેવા આપતા રહેતા હોય આ કર્મચારી વય મર્યાદાને લીધે નિવૃત થતા અન્ય ટેકનીશયનની નિમણુંક નહીં કરવામાં આવતા હાલ એક્ષ્રરે વિભાગ સંપૂર્ણ બંધ હોવાથી દર્દીઓને આ સેવાનો લાભ મળતો નથી. ઉપરાંત લેબોરેટરી આસીટન્ટની જગ્યા ખાલી છે.ત્રણ ડોકટરોનાં મહેકમ સામે હાલમાં બે ડોકટર છે અને તેમાં પણ એક ડોકટર લાંબી રજા ઉપર હોવાથી માત્ર એક ડોકટર પર આધાર છે. અધિક્ષક ડોકટરની જગ્યા પણ ઘણાં સમયથી ખાલી છે. રાત્રીનાં સમયે ચોકીદાર પણ નથી. પરંતુ પુરતા ડોકટર વગર સ્ટાફ નર્સ કરે શું ? ટુંકમાં હાલમાં માત્ર એક ડોકટર વડે ગાડુ ચાલી રહયું છે.

અન્ય સમાચારો પણ છે...