રોષ:વલભીપુર નગરપાલીકાના છુટા કરાયેલ 20 રોજમદારોમાં રોષ

વલભીપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ન્યાય માટે કર્મચારીઓ લડતના માર્ગે

વલભીપુર નગરપાલીકાના વહીવટી તંત્ર દ્વારા પાલીકામાં રોજમદારો તરીકે ફરજ બજાવતા 20 કર્મચારીઓને એકાએક ફરજ મુકત કરવામાં આવતા આ કર્મચારીઓ એ ન્યાય માટે કચેરીના પ્રાંગણમાં પ્રતિક ઉપવાસ શરૂ કરેલ છે.પાલીકા તંત્ર દ્વારા ગત તા.5/10/21 નાં એકાએક આક્રમક મુડ આવતા આ તમામને છુટા કરી દેવામાં આવતા આ 20 કર્મચારીઓએ પ્રતિકાત્મક રીતે પ્રતિક ઉપવાસ શરૂ કરેલ છે અને આવેદનપત્રમાં ચીફ ઓફીસર દ્વારા અમોને કયાં કારણોસર છુટા કરવામાં આવ્યા છે તેની કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી અને લેખીત આદેશને બદલે માત્ર મૌખીક સૂચના આપવામાં આવી છે.

ચીફ ઓફિસરે મૌખિકમાં જણાવ્યા અનુસાર વર્ષ 2016 પછી જે રોજમદાર રાખવામાં આવેલ છે અને જેની પાસે નિમણુકનો ઓર્ડર નથી તેઓને છુટા કરવામાં આવેલ છે. પરંતુ પાલીકા તંત્ર દ્રારા વર્ષ 2016 પછી કુલ 35 રોજમદાર રાખવામાં આવેલ છે તેમાંથી 20 રોજમદાર કર્મચારીઓને છુટા કર્યા પણ બાકી વઘતા 15 રોજમદારનુ શા માટે છુટા કરવામાં આવેલ નથી ? આમ પાલીકા તંત્ર દ્રારા 20 રોજમદારોને અન્યાય કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...