તાલિમ:વલભીપુરમાં દિવ્યાંગો માટે ઓનલાઈન કોમ્પ્યુટર યોજાઇ તાલિમ

વલ્લભીપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલભીપુર તાલુકાના દિવ્યાંગ ભાઈઓ-બહેનો માટે એટી & ટી ટેક્નોલોજી પાર્ક એન્ડ ઈન્સ્ટીટ્યુટ ફોર ધ ડીસેબલ, વિદ્યાનગર,ભાવનગર દ્વારા ઓનલાઈન કોમ્પ્યુટર તાલીમનું આયોજન વલભીપુરમાં વાધેશ્વરી માતાના મંદિરે કરવામાં આવ્યું હતુ.

જેમાં આયોજન સંસ્થા દ્વારા વિના મુલ્યે માસ્ક વિતરણ કરવામાં આવેલ.આ સેમીનારમાં અંદાજે 110 જેટલા દિવ્યાંગ ભાઈઓ-બહેનોએ હાજર રહી કોમ્પ્યુટરને લગતા પાયાના કોર્સ તેમજ અન્ય કોર્સ અંગેની તેમજ તાલિમ અંગેની માહિતી અને માર્ગદર્શન લીધેલ હતુ. આ સેમીનારમાં સંસ્થા દ્રારા 15 જેટલા દિવ્યાંગ ભાઈઓ-બહેનોને ઓનલાઈન તાલિમ અર્થે અદ્યતન લેપટોપ તાલીમ સુધી સાથે બુક્સ,સીડી, હેન્ડસફ્રી તેમજ ઈન્ટરનેટ જોડાણ માટે પ્રિપેઈડ ડોંગલ જેવાં સંસાધનો નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. જેથી દિવ્યાંગજન ઘરે બેઠા તાલિમ મેળવી શકે.

અન્ય સમાચારો પણ છે...