મુશ્કેલી:વલભીપુર આરોગ્ય કેન્દ્રમાં એક પછી એક સુવિધા ઘટી

વલભીપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામૂહિક આરોગ્ય કેન્દ્ર માત્ર બે ડોકટરના હવાલે
  • એક્ષરે​​​​​​​ ટેકનીશયન નિવૃત થતા સેવા બે વર્ષથી બંધ આંખ વિભાગમાં પણ ડોકટરની જગ્યા ખાલી

સમગ્ર વલભીપુર શહેર અને તાલુકાનાં લોકોના આરોગ્ય સુખાકારી માટે તાલુકા મથકે આવેલ સામૂહિક આરોગ્ય સેવા કેન્દ્રના આંખ વિભાગના ડોકટરની અન્યત્ર બદલી કરવામાં આવી છે. જયારે એક્ષરે વિભાગનાં ટેકનીશયન વય મર્યાદાનાં કારણે નિવૃત થયા બાદ તેની જગ્યા એ અન્ય કોઇ ટેકનશિયન નહીં મુકવામાં આવતા દર્દીઓની મુશ્કેલી વધી જવા પામી છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલમાં માત્ર બે એમ.બી.બી.એસ.ડોકટરોથી ગાડુ ચાલી રહ્યું છે.

આ બન્ને ડોકટરો પર સમગ્ર હોસ્પિટલનો ભાર આવી પડવા સાથે આંખ વિભાગમાં બહુ મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લેતા અને જે તે સમયે ડોકટરની સેવા પણ સારી હોવાથી ગરીબ પરીવારનાં આંખના ર્દીદઓ માટે આર્શીવાદ સમાન આંખ વિભાગ હતો કારણ કે, રોજના અંદાજે 25 થી 30 દર્દીઓ લાભ લેતા હતાં તે સુવિધા પણ આરોગ્ય વિભાગે છીનવી લીધી છે.

તો એક્ષ્રરે વિભાગ વર્ષોથી કાર્યરત છે અને ટેકનીશયન પણ વર્ષો સુધી હોસ્પિટલ ખાતે સેવા આપતા રહેતા હોય આ કર્મચારી વય મર્યાદાને લીધે નિવૃત થતા હોવાની જાણકારી જિલ્લા આરોગ્ય વિભાગને ખબર જ હોય તેમ છતાં આગવું કોઇ આયોજન કે અન્ય ટેકનીશયનની નિમણુંક નહીં કરવામાં આવતા હાલ એક્ષ્રરે વિભાગ સંપૂર્ણ બંધ હોવાથી દરરોજના ઘણા દર્દીઓને આ સેવાનો લાભ મળતો નથી. આ બન્ને સેવાઓ પુન: શરૂ થાય તેવી શહેર અને તાલુકાના લોકો તંત્ર પાસે અપેક્ષા રાખી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...