તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વલભીપુર નગરપાલીકાને પાણી બીલના રૂ.4 કરોડ ભરવા નોટીસ

વલભીપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિજ કંપની બાદ હવે પાણી પુરવઠા બોર્ડ એકશન મોડમાં
 • વલભીપુર તાલુકાની 45 ગ્રામ પંચાયતોને પણ 3.5 કરોડ વસુલ આપવા નોટીસ ફટકારવામાં આવી

વલભીપુર નગરપાલીકાને સ્ટ્રીટ લાઇટના બાકી બીલની રકમ ભરપાઇ નહીં કરતા ગઇકાલે પી.જી.વી.સી.એલ. વલભીપુર કચેરી દ્વારા સ્ટ્રીટ લાઇટનું કનેકશન કાપી નાખેલ છે. વિજ કંપનીની આ કાર્યવાહી જોઇને વલભીપુર પાણી પુરવઠા બોર્ડની કચેરી પણ એકશન મોડમાં આવી જતા તેને પણ પાલીકાના સત્તાધીશોને પાણી બીલની રકમ રૂ.4 કરોડ ભરી જવા માટે નોટીસ ફટકારી છે.

વલભીપુર નગરપાલીકામાં નવા સુકાનીઓએ હજુ સત્તા ગ્રહણ કર્યાને બે દિવસ થયા છે ત્યાં પ્રથમ વિજ કંપની દ્વારા અને બીજી પાણી પુરવઠા બોર્ડ દ્વારા બાકી રકમ ભરી જવા માટે તાકીદ કરતી નોટીસ આપતા ભા.જ.પ.શાસીત પાલીકાના નવા સુકાનીઓને ખુદ સરકારી તંત્રએ દોડધામ કરાવી મુકી છે. વિજ બીલના બાકી રૂ.22 લાખ એકઠા કરવા માટે આજે વલભીપુર નગરપાલીકા દ્વારા શહેરમાં નગરજનો પાસે વેરા વસુલ કરવા માટે ટીમ નીકળી પડી છે.

બીજી તરફ તાલુકાના 45 ગામડાઓની ગ્રામ પંચાયતો પાસેથી પણ પાણી પુરવઠા બોર્ડ ને રૂ.3.60 કરોડ પાણીનું બાકી બીલ ભરી જવા માટે નોટીસો આપવામાં આવતા તાલુકાના ગામડાઓમાં પણ રાજકીય ગરમાવો આવ્યો છે. અને ગાંધીનગર સુધી મોબાઇલ ફોન શરૂ થઇ ગયા છે. વિજ કંપનીએ ભરેલા આકરા પગલાની પ્રેરણા પાણી પુરવઠા વિભાગે લેતા તે પણ એકશન મોડમાં આવતા પાણી પુરવઠો શરૂ રહેશે કે, કેમ? તેની ચિંતા સાથે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

ટીડીઓ-મામલતદારને અનેક વખત જાણ કરી છે
તાલુકાની ગ્રામ પંચાયતો પાસેથી બાકી નીકળતા પાણી બીલની રકમ બાબતે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને પણ જાણ કરતા હોઇએ છીએ તેમ છતાં આટલી મોટી રકમ અંગે પંચાયતોને કોઇ પ્રકારની રકમ ભરવા માટે જણાવવામાં આવતું નથી. અંતે અમારે ના છુટકે આ નોટીસ આપવી પડે છે. > આર.એમ.પરમાર, નાયબ કાર્યપાલક ઈજનેર.પા.પૂ.બોર્ડ.વલભીપુર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો