ભાવનગર જિલ્લાના નવ તાલુકા સહિત સમગ્ર રાજયના તમામ જિલ્લાઓમાં વકીલ તરીકે પ્રેકટીસ કરતા વકીલોની નોટરી તરીકેના લાયસન્સ આપવા માટેની ઓરલ ઈન્ટરવ્યુની કાર્યવાહી તા.16મી મે ગાંધીનગર નવા સચીવાલય ખાતેથી પ્રારંભ થશે.
રાજય સરકારના કાયદા મંત્રાલય દ્વારા રાજયભરની કુલ 1,660 જેટલી નોટરીની જગ્યા માટે લાયકાત ધરાવતા અને એડવોકેટ તરીકે પ્રેકટીસ કરતા વકીલો પાસે ગત 2021 ની ફેબ્રુઆરી માસમાં ઓનલાઇન ઉમેદવારી ફોર્મ અપલોડ કર્યા બાદ પોસ્ટ દ્વારા કાયદા વિભાગને રવાના કરવામાં આવેલ પત્રકો બાદ રાજય સરકારનું મંત્રી મંડળ બદલાતા આ પ્રક્રિયા ઉપર પ્રશ્નાર્થ ચિન્હ ઉભું થયું હતું.
ગત તા. 6 મેંના કાયદા વિભાગની જાહેરાત મુજબ તબક્કાવાર જિલ્લા વાઈઝ ઓરલ ઈન્ટરવ્યુ માટેના કોલ લેટર કાયદા વિભાગની વેબ સાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાની પ્રક્રિયા સાથે તા.16 મે થી ઈન્ટરવ્યુનો આરંભ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે નોટરી માટેની કુલ 1,660 જગ્યા માટે સમગ્ર રાજયમાંથી 10,427 જેટલા ઉમેદવારો લાયક ગણવામાં આવ્યા છે. અને દરેક જિલ્લા પ્રમાણે અલગ અલગ તારીખે ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.