સુવિધા વધારવા માગ:પાટણા ગામે આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે સુવિધા વધારવાની જરૂરીયાત

વલભીપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્યલક્ષી સુવિધાઓ માટે રોજના આવતા 60 થી 70 દર્દીઓ
  • જગ્યા નાની પડતી હોવાથી રૂમો બનાવી સુવિધા વધારવા માગ

વલભીપુર તાલુકાના પાટણા ગામે આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે હાલની જગ્યા નાની પડતી હોવાથી રૂમો બનાવી સુવિધામાં વધારો કરવો જરૂરી બની ગયો છે. પાટણા ગામે આરોગ્ય કેન્દ્રમાં સરકાર અને દાતાઓના સહયોગથી લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સારી મળતા દરરોજના આશરે 60 થી 70 દર્દીઓ ગામ તેમજ તેમજ આસપાસના ગામડાઓના દર્દીઓ આવે છે કેન્દ્ર ખાતે દાતાઓના સહયોગ વડે બગીચો,આરામદાયી બાકડાઓ,દવાઓ પણ પુરતા પ્રમાણમાં મળી રહે છે.

આરોગ્ય સુવિધા તો સારી છે જ પરંતુ હાલમાં જે જગ્યા છે તે હવે સાંકડી પડવા લાગી છે તેના કારણે દવાઓ અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓ જયારે આવતી હોય છે ત્યારે તેને દવાઓને સ્ટોર રૂમનાં અભાવના કારણે બહાર લોબીમાં મુકવી પડે છે તેના લીધે દર્દીઓ તેમજ સ્ટાફને પણ અવર જવર કરવામાં આપદા પડે છે.

આ કારણોસર જો આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટોર રૂમ સાથે વધારાના એક બે રૂમ બનાવામાં આવેતો ભવિષ્યમાં જયારે વિશેષ સુવીધાઓ આરોગ્યલક્ષી મળે ત્યારે આ સગવડતાનો લાભ મળે માટે ગામના અગ્રણી નરશીભાઇ ગાબાણી દ્વારા આરોગ્ય મંત્રીને લેખીત રજુઆત કરી આ બાબતે વહેલીતકે કાર્યવાહી કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...