પાણી પુરવઠાને અસર:નર્મદા પાઇપ લાઇન આધારીત ત્રણ દિવસ પાણી પુરવઠો બંધ

વલભીપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલ્યાણપુર નજીક પાઇપ લાઇન અને મશીનરીની કામગીરી હોય
  • ભાવનગર શહેર તેમજ 5 તાલુકાઓમાં પાણી પુરવઠાને થશે અસર

મહી-પરીએજ નર્મદા નદી આધારીત પાઇપ લાઇનથી પાણી પુરવઠો મેળવતા ભાવનગર જિલ્લાના પાંચ તાલુકાઓ અને મહાનગરપાલીકામાં સમાવિષ્ઠ ગ્રામ્ય વિસ્તારોને ત્રણ દિવસ સુધી પાણી પુરવઠો મળશે નહી.ભાવનગર શહેરમાં તેમજ અંદાજે જિલ્લાના 270 જેટલા ગામડાઓને પાણી પુરવઠાને અસર થશે.

નર્મદા નદી પાઇપ લાઇનનું વલભીપુર નજીક આવેલ કલ્યાણપુર રોડ ઉપર આવેલ પાણી પુરવઠા બોર્ડના પંપીગ સ્ટેશનમાં મશીનરી તેમજ પાઇપ લાઇનનું સમારકામ હાથ ધરવાનું હોય જેથી આગામી તા.29-7-22 થી 31-7-22ના સમયગાળા સુધી શટડાઉન લીધેલ હોવાથી વલભીપુર પંપીગ સ્ટેશનથી જિલ્લાના વલભીપુર, પાલીતાણા, ઉમરાળા, શિહોર અને ભાવનગર તાલુકાના ગામડાઓ તેમજ ભાવનગર મહાનગરપાલીકામાં સમાવિષ્ઠ ગ્રામ્ય વિસ્તારોને આ દિવસો દરમ્યાન પાણી પુરવઠો નહીવત અથવા તો બીલકુલ નહી મળે આથી જિલ્લા તેમજ તાલુકાના પાણી પુરવઠા જુથ યોજના હેઠળ પાણી પુરવઠો મેળવતા હોય તેવા તમામ લોકોએ પાણી અંગેની વ્યવસ્થા કરવા કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠા બોર્ડ ભાવનગર દ્વારા જણાવાયુ છે.

શકય એટલો પુરવઠો પુરો પાડવાની વ્યવસ્થા
વલભીપુર ખાતે આવેલ પાણી પુરવઠા બોર્ડ હસ્તકના પંપીંગ સ્ટેશન ખાતે જરૂરી મશનરીનું રીપેરીંગ કામ હાથ ધરવાનું હોય તેના કારણે જિલ્લાના 270 જેટલા ગામડાઓને પાણી પુરવઠાની અસર કરશે જેથી શહેરીજનોને પાણી અંગેની વ્યવસ્થા કરવી પડશે તેમ છતાં અપુરતા પ્રમાણમાં પાણી પુરવઠો પુરો પાડવાની વ્યવસ્થા કરેલ છે. > ગોપાલભાઇ બી.માલકીયા, જુનીયર ઈજનેર,GWIL,ભાવનગર

અન્ય સમાચારો પણ છે...