વલભીપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા રોડના કામો નબળા થતા હોવાની ગ્રામજનોમાં ફરિયાદ ઉઠી છે. વલભીપુર તાલુકાના ગામડાઓને જોડતા રસ્તાઓના જેટલા કામ ચાલી રહ્યાં છે તે સાવ નબળી ગુણવતાવાળા હલકા પ્રકારના માસસામાનનો વપરાશ થતો હોવાની બુમરાણ મચી છે.
તાલુકાના જુના રામપુર થી શરૂ થઇને પીપળી,વાવડી,નવાગામ(લો)ને જોડતો અને માર્ગ-મકાન(પંચાયત) હેઠળ આવતા અને આંતરીક ગ્રામ્ય વિસ્તારોને જોડતા આ રસ્તાઓનું હાલ રીનોવેશન કામ શરૂ છે. આ કામમાં બીલકુલ ભલીવાર ન હોવાનું આ તમામ ગામડાઓના લોકો જે આ રસ્તેથી પસાર થાય છે તે તમામે વ્યાપક પણે ગંભિર પ્રકારે ફરીયાદો કરી છે તેમ છતાં આ કામો બિન્દાસ પણે શરૂ છે.
કામમાં વપરાતું મટીરીયલ્સ એકદમ ગુણવત્તા વગરનું હજુ કામ શરૂ છે ત્યાં આગળ બની ગયેલા રસ્તાની કપચી ઉખડવા લાગી છે. તેથી લોકોને એવી દહેશત છે કે જો આગામી ચોમાસુ સારૂ રહ્યું તો આ રસ્તાના કપચી ડામર ગોત્યા જડવાના નથી. જેથી લાખો રૂપીયાનો ખર્ચ માથે પડવાનો છે.આવા નબળા કામ અંગે પંચાયત વિભાગ દ્વારા જો ન્યાયીક તપાસ અને પગલા લે તેવી આ તમામ ગામોના લોકોની માંગ છે. આગામી ચોમાસા પહેલા તમામ માર્ગો મજબૂત બને તો લોકોને મુશ્કેલી ન પડે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.