તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર નિદ્રાંધિન:વલભીપુર તાલુકાનાં વિકાસ માટે આગેવાનો બેફીકર

વલભીપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉદ્યોગ,શિક્ષણ,સિંચાઇ,આરોગ્ય,એસ.ટી સહિતના પ્રશ્નોનો ઉકેલ આવે તો વિકાસ થાય

વલભીપુર શહેર અને સમગ્ર તાલુકો તમામ પાસાઓથી અવિકસીત અને બેરોજગારી ધરાવતો તાલુકો છે. આઝાદી પછીથી એકપણ ઉદ્યોગની સ્થાપના થઇ નથી. આ તાલુકાને સરકારની જી.આઇ.ડી.સી.તો જયારે મળવાની હશે ત્યારે મળશે પરંતુ હાલમાં જે રીતે ભાવનગર-અમદાવાદ હાઇવે પર ખેતી લાયક જમીન ઉપર ઉદ્યોગનાં હેતુ માટે બિનખેતીમાં રૂપાંતર કરીને જે રીતે રોલીંગ મીલો અને અન્ય કેમીકલ સંલ્ગન એકમો શરૂ થયા છે. તેને ધ્યાને લઇ કમસેકમ વલભીપુર થી ચમારડી ગામ નજીક આવેલ સરકારી પડતર જમીનમાં રોલીંગ મીલો કે અન્ય ઉત્પાદકીય ઉદ્યોગ સ્થાપી શકાય તેમ છે.

સરકાર પાસે જી.આઇ.ડી.સી.ની માંગણી કરતા વલભીપુરની આસપાસ ઇકો ઝોન અથવા તો નાંણાકીય સહાય સબસીડીની અગ્રતા આપવામાં આવે તેવી નાની અમસ્તી પ્રોત્સાહીત સ્કીમ અમલમાં મુકી ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપી શકાય તેમ છે.વર્તમાન સમયમાં માત્ર સામાન્ય ફેરફાર સીવાય અન્ય કોઇ વિકાસ બાબતે હરણફાળ ભરી નથી. વલભીપુર થી નજીકનાં શહેરો અને ગામો જેમ કે, શિહોર અને બોટાદ તાલુકો જે રીતે આગળ વધી રહ્યો છે તેની તુલનામાં વલભીપુર ઘણું પાછળ છે. અને તેનું કારણ શહેર અને તાલુકાનાં પ્રજાજનોમાં ભારે ઉદાસીનતા હોય રાજકીય આગેવાનો ઉપર કોઇ દબાણ લાવી શહેર અને તાલુકાના વિકાસ માટે શું કરવુ઼ જોઇએ તેનું પ્લેટફોર્મ ઉભુ કરતા નથી.

જે તાલુકામાં બાર માસી ખેતી નથી ખેડુતો અને ખેત મજુરો આઠ માસ અર્ધ બેરોજગારીમાં સપડાયેલા રહે છે. જો તાલુકાનો સર્વાગી વિકાસ જેમ કે, ઉદ્યોગ,શિક્ષણ,સરદાર સરોવારનાં 12 વર્ષ કરતા વધુ સમયથી ગોકળગતિમાં ચાલતા કામ,આરોગ્ય માટે અદ્યતન સુવિધા સભર બનાવા તેમજ મેજર ઓપરેશન થીયેટર શરૂ કરાવવું, બંધ થતા એસ.ટી.બસોનાં રૂટો પુન: શરૂ કરાવવા સહિતનાં ઘણાં પ્રશ્નો વર્ષોથી વણઉકેલાયાયેલા છે. તેના ઉકેલ લાવવો તાતી જરૂરીયાત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો